ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312

ફેમિલીમાં બધાને ભાવતું ખાટુ ને ચટાકેદાર ગુંદાનું અથાણુ આ અથાણા ને વર્ષ સુધી સાચવી શકાય છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧.૩૦ કલાક
૩ જણ
  1. ૭૫૦ ગ્રામ ગુંદા
  2. ૧ કિલો ખાટી કાચી કેરી જો રાજપુરી હોય તો ૭૫૦ ગ્રામ ચાલશે
  3. ૪૦૦ ગ્રામ ખાટા અથાણાં નો સંભાર
  4. ૭૫૦ ગ્રામ સરસિયાનું તેલ
  5. ૧૦૦ ગ્રામ રાઇ ના કુરિયાં
  6. ચપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

૧.૩૦ કલાક
  1. 1

    સૌપ્રથમ ગુંદા અને કેરી ને સારી રીતે સાફ કરીને કોરા કરી લો. અહીં જો તમે આખું વર્ષ અથાણું સાચવવા માંગતા હોય તો રાજપુરી કેરી પણ લઇ શકો છો

  2. 2

    ત્યારબાદ ગુંદામાં થી ઠળિયાં નીકળવા માટે ગુંદાના આગળના ભાગમાં દસ્તાથી હલકા હાથે ઠોકવુ જેથી ઠળિયા નીકાળવા માં આસાની રહે.

  3. 3

    ત્યારબાદ ગુંદામાં થી ઠળિયા નીકળવા માટે એક ચપ્પુ લેવું તેના પર મીઠું લગાડવું એટલે સહેલાઇથી ઠળિયું નીકળી જાય

  4. 4

    હવે કેરી ની છાલ નીકાળીને કેરીને છીણી લેવી

  5. 5

    હવે અથાણાં નો સંભાર મસાલો અને કેરીની છીણ ને મિક્સ કરીને એ મિક્ષણ ને ગુંદામાં ભરવું

  6. 6

    બધા ગુંદામાં મિક્ષણ ભરાઈ જાય એટલે બાકી વધેલું મિક્ષણ અને ગુંદાને એક વાસણ માં લઇ બરાબર હલાવો ને સાથે તેમાં રાઈ ના કુરિયાં ઉમેરવા ફરી એકવાર બરાબર હલાવી લેવું અને ૨૪ કલાક માટે એક્સાઇડ રાખી મૂકવું

  7. 7

    હવે સરસિયાનું તેલ ગરમ કરવું સરસિયાના તેલ થી અથાણું આખું વર્ષ સારી રીતે સચવાયેલું રહે છે

  8. 8

    તેલ ઠંડુ પડી જાય એટલે તેને ગુંદા કેરીના મિક્ષણ માં નાખીને બરાબર હલાવવું

  9. 9

    હવે તેને કાચ ની બરણી કે ચીનાઈ માટીની બરણી જે ખાસ આખું વર્ષ અથાણું સ્ટોર કરવા જ વપરાય છે બજાર માં આસાનીથી મળી રહે છે તેમાં નાંખી દેવુ હવે એકવાત નું ખાસ ધ્યાન રાખવું કે તેલ આ અથાણાં માં ડૂબાડુબ હોઉં જોઈએ જેથી તેમાં ઉબ ના આવે ઉપર તરતું રહે એ રીતનું તેમાં તેલ ઉમેરવાનું હવે તેને એક્સાઇડ મૂકી દેવું ને એકાદ દિવસ થાય એટલે વચ્ચે વચ્ચે હલાવી ને તેલનું પ્રમાણ જોતા રેહવું ઓછું લાગે તો ગરમ કરી ઠંડું પાડી ઉમરવું

  10. 10

    ૭ દિવસ પછી અથાણા ના ગુંદા
    પાકી ગયા હશે તમે ખાવા માટે ઉપયોગ માં લઇ શકશો. તો તૈયાર છે એકદમ ચટપટું ટેસ્ટી ગુંદા નું અથાણું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (2)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Tame sambhar no masalo kayo use karyo che becoz khub j saras colour dekhay che

દ્વારા લખાયેલ

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312
પર

Similar Recipes