ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)

Hena Food Junction
Hena Food Junction @cook_29137654

#AM4
પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે...

ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)

#AM4
પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
3થી 4વ્યક્તિ માટે
  1. 2 કપઘઉં નો લોટ,
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 2 ચમચીતેલ
  4. લોટ બાંધવા માટે પાણી
  5. 2 ચમચીઅમૂલ બટર
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. 2 ચમચીલસણ ની પેસ્ટ
  8. 1 ચમચીધાણા ભાજી
  9. 2ચીઝ ક્યૂબ
  10. પરાઠા શેકવા માટે તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 2કપ ઘઉં નો લોટ લેવાનો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેમજ તેલ નું મોણ નાખી લોટ બાંધી લેવાનો નરમ જ બાંધવા નો. ત્યાર બાદ એક વાટકી માં 2 ચમચી બટર લેવાનું તેને ઓગાડી તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ તેમજ લસણ ની પેસ્ટ અને ચીઝ ને ખમણી તેનું એક બેટર જેવું બનાવવું. અને તેમાં ધાણા ભાજી પણ નાંખી દેવાનું એમ તે બનાવી રાખવા નું.

  2. 2

    હવે લોટ માંથી એક લોયો કરી પેલાં એક રોટલી કરવા ની અને તેના પર ગાર્લીક્ બટર લગાવવા નું. પછી તેને ફોલ્ડ કરી પાછું પરોઠા ના શેપ માં વણી લેવાનું. અથવા ગોળ શેપ્ માં જ વણી લેવાનું.

  3. 3

    હવે તેને તવી પર શેકી લેવાનું. શેકાઈ ગયા બાદ તેને તમે ચાહો તેના સાથે સર્વ કરી શકો છો. મેં જોડે ટામેટાં ની ચટણી બનાવી છે તો તેના સાથે સર્વ કર્યુ છે.તો તૈયાર છે ચીઝી એવા ગાર્લિક પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hena Food Junction
Hena Food Junction @cook_29137654
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes