પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૨૦૦ગ્રામ પનીર
  2. ૧/૨ કપદહીં
  3. ૫ટી સ્પૂન તેલ
  4. તમાલપત્ર
  5. ટુકડોતજ નાનો
  6. લવિંગ
  7. ૧ટી સ્પૂન જીરું
  8. ૪ટામેટા ની પ્યુરી
  9. ડુંગળી કટ કરેલી
  10. ૨ ટી સ્પૂનલસણ આદુ ની પેસ્ટ
  11. ૨ ટી સ્પૂનલાલ મરચું
  12. ૧/૩ ટી સ્પૂનહળદર
  13. ૧ ટીસ્પૂનધાણા જીરું
  14. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  15. ૧ટી સ્પૂન કસૂરી મેથી
  16. થોડી કોથમીર
  17. ઈલાયચી
  18. ૨ ટી સ્પૂનમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં 2 ટીસ્પૂન તેલ લો અને તેમાં એક જીરું,તજ, લવિંગ અને તમાલપત્ર ને બે મિનીટ માટે સાંતળી લો.ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દો અને આદુ-લસણની પેસ્ટ ઉમેરી દો અને તેને પાંચ મિનિટ સુધી સાંતળી લો. તેમાં મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો એડ કરીને તેને એક મિનિટ સુધી સાંતળી લો.

  2. 2

    પછી તેમાં ટોમેટો પ્યોરી ઉમેરી દો અને તેમાં એક સ્પૂન મીઠું નાખી દો અને તેને સાત મિનિટ સુધી miidum flam પર થવા દો. પછી તેમાં દહીં ઉમેરી દો અને તેને પણ પાંચ-સાત મિનિટ સુધી થવા દો.

  3. 3

    પછી આ ગ્રેવીમાં એક કપ જેટલું પાણી ઉમેરી દો અને તેની ધીમી આંચ પર 10 મિનિટ સુધી થવા દો.

  4. 4

    બીજુ બાજુ 200 ગ્રામ પનીરના ચોરસ ટુકડા કરી લો અને તેમાં મીઠું, મરચું, હળદર,આદુ લસણની પેસ્ટ અને ધાણાજીરું એડ કરીને તેને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    નોનસ્ટીક પેનમાં 1 ટી સ્પૂન જેટલું તેલ લઇ પનીરના ટુકડા એડ કરી તેને ધીમી આંચ પર પાંચ મિનિટ કે 10 મિનિટ માટે roast કરી લો.

  6. 6

    હવે પનીરના ટુકડાને ગ્રેવી ની અંદર એડ કરી દો. અને તેને બે ત્રણ મિનિટ માટે તેને ધીમી આચ પર થવા દો.અને પછી તેમાં કસુરી મેથી અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો અને તેને બરાબર મિક્સ કરી લો.

  7. 7

    હવે પનીર ની સબ્જી ને સર્વિંગ બાઉલમાં લઈ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

ટિપ્પણીઓ

Similar Recipes