નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
શેર કરો

ઘટકો

  1. બેટર‌ બનાવવા માટે :-
  2. 2 કપચણાનો લોટ
  3. 1/4 કપરવો
  4. 1 ચમચીલીંબુનાં ફૂલ
  5. 4 ચમચીખાંડ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીતેલ
  8. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. 1 ચમચીબેકિંગ સોડા
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. વઘાર માટે:-
  12. 2-3 ચમચીતેલ
  13. 8-10લીમડાના પાન
  14. 2-3 નંગમરચા કાપેલા
  15. 1 મોટી ચમચીરાઈ
  16. 2 કપપાણી
  17. 3-4 ચમચીખાંડ
  18. ધાણા ભાજી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ રવો લો. ત્યારબાદ તેમાં લીંબુનાં ફૂલ,ખાંડ,હળદર, તેલ મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખી વધુ સારી રીતે મિક્સ કરી બેટર બનાવવું.

  2. 2

    આ બેટરને 10 થી 15 મિનિટ સુધી ઢાંકી ને સાઈડ માં મૂકી દેવું.
    ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકવું. ત્યારબાદ એક ડબ્બમાં તેલ લગાવી લેવું.

  3. 3

    હવે બેટર માં બેકિંગ સોડા નાખી પાંચ મિનિટ ફટાફટ હલાવી લેવું. બેટા નો કલર એકદમ ચેન્જ થઇ જશે અને બેટર એકદમ હળવું થઈ જશે. તેને તરત જ તેલ લગાડેલા ડબ્બામાં રેડી દસથી પંદર મિનિટ ઢોકડિયા માં મૂકી દેવું. ઢોકળા થઈ જાય એટલે ચાકુની મદદથી ચેક કરી લેવું.

  4. 4

    ખમણ બની ને રેડી થાય ત્યાર પછી ૧૦થી ૧૫ મિનિટ સુધી ઠંડુ પડવા દેવા.
    હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ લીમડો અને મરચાના ટુકડા નાખવા. ત્યારબાદ તેમાં 2 કપ પાણી અને ખાંડ નાખી એકદમ ઉકળવા દેવું
    હવે ખમણના પીસ કરો. એજ ડબ્બામાં ધીમે ધીમે બધી બાજુ બનાવેલ વઘાર રેડવું.

  5. 5

    ધાણા ભાજીથી ગાર્નિશ કરવું.
    તૈયાર છે એકદમ જાળીદાર નાયલોન ખમણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes