મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#mangosheera
#mango
#sheera
#cookpadindia
#cookpadgujarati
#sweettreat

કેરીએ ફળોમાં સૌથી લોકપ્રીય ફળ છે. ઉનાળામાં ખાસ હોવાથી કેરીમાંથી અવનવી વાનગી બનાવામાં આવે છે. આજે મેં કેરીની પ્યૂરીનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. કેરીની પ્યૂરી ઉમેરવાથી શીરામાં કુદરતી પીળો કલર આવે છે જે દેખાવની સાથે સ્વાદમાં પણ સરસ લાગે છે.

મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)

#mangosheera
#mango
#sheera
#cookpadindia
#cookpadgujarati
#sweettreat

કેરીએ ફળોમાં સૌથી લોકપ્રીય ફળ છે. ઉનાળામાં ખાસ હોવાથી કેરીમાંથી અવનવી વાનગી બનાવામાં આવે છે. આજે મેં કેરીની પ્યૂરીનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. કેરીની પ્યૂરી ઉમેરવાથી શીરામાં કુદરતી પીળો કલર આવે છે જે દેખાવની સાથે સ્વાદમાં પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૩ નંગપાકી કેરી
  2. ૧ વાટકીરવો
  3. ૧ વાટકીઘી
  4. ૨ વાટકીદૂધ
  5. ૧/૨ વાટકીખાંડ
  6. ૧/૪ ચમચીકેસર
  7. ૧/૨ વાટકીસમારેલા સૂકમેવા (કાજુ,બદામ,પિસ્તા)
  8. ૧ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    કેરીની છાલ ઊતારી, સમારી તેની પ્યૂરી બનાવી લો. દૂધને ગરમ કરી તેમાં કેસર નાંખીને હલાવી લો.

  2. 2

    કઢાઇમાં ઘી ગરમ કરી રવાને મીડીયમ આંચ પર ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો.

  3. 3

    રવો ગુલાબી પડતો શેકાઈ ગયા બાદ તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરવાની સાથે તેને સતત હલાવતા રહો પછી અને પછી તેમાં કેરીની પ્યૂરી ઊમેરી બધુંજ સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી મિશ્રણને હલાવો.

  4. 4

    હવે, ઘી છૂટું પડે એ પછી તેમાં ઇલાયચી પાઉડર અને સમારેલા સૂકમેવા નાખીને સારી રીતે હલાવો અને વધુ ૫ મિનીટ સુધી ઢાંકીને ધીમી આંચ પર ચડવા દો.

  5. 5

    તો તૈયાર છે મેંગો શીરો ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes