પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

#EB

આમ તો આ વાનગી મૂળ બિહારની છે. પરંતુ હું જ્યારે નાની હતી ત્યારે અમારા પાડોશમાં એક દિદિ રહેવા આવ્યા હતા એ આ પરવળચોખાની વાનગી બનાવીને મને ખાવા આપતા. તો આજે એમની વાનગીને મેં મારી પધ્ધતિથી બનાવી છે. મને આશા છે કે તમને આ વાનગી જરૂરથી ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
2 લોકો માટે
  1. ૨ ચમચીઓલિવનું તેલ
  2. ૪ નંગપરવળ
  3. ૩ નંગલીલા મરચાં (જરૂર મુજબ વધુ ઊમેરી શકાય)
  4. નાનો ટુકડો આદું
  5. ૬-૭ કળીઓ લસણ
  6. ટમેટું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. લીબુંનો રસ
  9. ડુંગળી
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કુકરમાં ઓલિવનું તેલ (બિહાર રાજ્યમાં લોકો સરસોના તેલનો ઉપયોગ કરે છે) નાખો અને તેમાં પરવળ, લસણની કળીઓ, ટમેટું, આદું, મરચાં અને સ્વાદ અનુસાર મીઠું નાખીને ૨ સીટી મારીને બાફી લો. આમાં પાણીનો ઉપયોગ નથી થતો.

  2. 2

    ત્યાર બાદ એને દસ્તાથી કુટી લો પછી એમાં લીબુંનો રસ, ડુંગળી અને કોથમીર નાખીને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

Similar Recipes