ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 💥બ્રેડ માટે💥
  2. ૧+૧/૨ કપ મેંદો
  3. ૧/૨ કપમીડીયમ ગરમ પાણી
  4. ૧ ચમચીડા્ય યીસ્ટ
  5. ૧ ચમચીખાંડ
  6. ૧ ચમચીબટર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 💥સ્ટફીંગ માટે💥
  9. ૨ ચમચીબટર
  10. ૫/૬ ચમચી ચીઝ છીણેલું
  11. ૩ ચમચીમેયોનીઝ
  12. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  13. ૨ ચમચીચીલી ફલેકસ
  14. ૨ ચમચીઓરગાનો
  15. ૩ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૧ બાઉલ મા પાણી લઇ તેમાં યીસ્ટ તથા ખાંડ ઉમેરી ૫ મીનીટ ઢાંકીને રેસ્ટ આપો, પછી તેમાં મીઠું અને મેંદો ઉમેરી રોટલી ના લોટ થી સ્હેજ ઢીલો લોટ બાંધી બટર નાંખી લોટ ને કુણવી લઇ ૧ કલાક માટે ઢાંકી ને રેસ્ટ આપો.

  2. 2

    ૧ કલાક પછી એ લોટ માથી મોટી અને સ્હેજ જાડી રોટલી વણી લો.

  3. 3

    સ્ટફીંગ માટે ૧ બાઉલ મા બટર લઈ તેમાં લસણ ની પેસ્ટ, કોથમીર, ચીલી ફલેકસ તથા ઓરેગાનો બધુ મીકસ કરી લો, પછી વણેલી રોટલી પર મેયોનીઝ તથા આ સ્ટફીંગ લગાવી ઉપર ચીઝ છીણી લો.

  4. 4

    હવે રોટલી ને ફોલ્ડ કરી વચ્ચે થી કટ થોડી કરી કરી લો.અને એલ્યુમીનીયમ મોલ્ડ મા મુકી દો.

  5. 5

    હવે ૧ જાડા તળિયા વાળી પેન મા સટેન્ડ મુકી પેન પર ડીશ ઢાકીને પેન ને ગેસ પર પી્હીટ કરી લો, પછી બ્રેડ વાળા મોલ્ડ ને પેન મા મુકી ઉપર ડીશ ઢાંકી ધીમા ગેસ પર ૩૦ મીનીટ રાખો.

  6. 6

    તૈયાર છે ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Kesariya
Parul Kesariya @cook_29602118
પર

Similar Recipes