કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)

Brinal Parmar
Brinal Parmar @Brinal_05

#EB
પંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી.

કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)

#EB
પંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. ૧૦૦ ગ્રામ કાજુ
  2. ૨ ચમચીમલાઈ
  3. ૧ ચમચીઘી
  4. ૨ ચમચીતેલ
  5. ૧ ચમચીજીરું
  6. ગ્રેવી બનાવા માટે :
  7. સમારેલું મોટું ટામેટું
  8. સમારેલી મોટી ડુંગળી
  9. તીખા લીલાં મરચાં
  10. ૬-૭ કળી લસણ
  11. નાનો ટુકડો આદું
  12. સૂકા મસાલા :
  13. ૧ ચમચીધાણાજીરું
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૧ ચમચીમરચું
  16. ૧.૫ ચમચી ગરમ મસાલો
  17. મીઠું સ્વાદ મુજબ
  18. ૧ ચમચીકસૂરી મેથી
  19. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં ઘી ગરમ કરી તેમાં કાજુ ને આછા બદામી સેકી ઠંડા થવા મૂકી દો.

  2. 2

    હવે પેન માં ૧ ચમચી તેલ ગરમ કરી તેમાં ગ્રેવી માટે ની સામગ્રી સાંતળો. તેને ઠંડી થવા દો.

  3. 3

    ગ્રેવી ની સામગ્રી મિક્સર માં લઇ તેમાં ૪-૫ સાતળેલા કાજુ તથા થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

  4. 4

    હવે પેન માં તેલ ગરમ કરી જીરું નો વઘાર કરી ગ્રેવી ૩-૪ મિનિટ સાંતળો. પછી તેમાં બધાં સૂકા મસાલા બરાબર મિક્ષ કરી ૨ મિનિટ પાકવા ડો.

  5. 5

    તેમાં કાજુ તથા કસૂરી મેથી મિક્સ કરી ૧મિનિટ પકાવો.
    કાજુ મસાલા સબ્જી તૈયાર છે તેને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinal Parmar
Brinal Parmar @Brinal_05
પર

Similar Recipes