કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ લોકો
  1. ૧ કપકાજુ
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૨ નંગમોટી ડુંગળી
  4. ૩ નંગટામેટા
  5. ૨ નંગલીલાં તીખા મરચા
  6. ૮ થી ૧૦ લસણની કળી
  7. ૧ ઇંચઆદુનો ટુકડો
  8. ૧ નંગઇલાયચી
  9. ૧ નંગતજ
  10. પાન તમાલપત્ર
  11. ૨ નંગલવિંગ
  12. ૭-૮ નંગ મરી
  13. ૧ ચમચીવરિયાળી
  14. ૧ ચમચીખસ ખસ
  15. ૧/૪ ચમચીહળદર
  16. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  17. ૧.૧/૨ ચમચી ધાણજીરૂ
  18. ૨ ચમચીકિચન કિંગ મસાલા
  19. ૧ ચમચીગરમ મસાલો
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ચપટીકસૂરી મેથી
  22. કોથમીર
  23. ૮ ચમચીતેલ (વઘાર માટે)
  24. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી એક કડાઈમાં ચાર ચમચી તેલ મૂકી તેમાં સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, લસણની કળીઓ, તમાલપત્ર, ઇલાયચી, લવિંગ, તજ તેમજ જરૂર મુજબ મીઠું નાખી ટામેટા બરાબર પોચા પડે ત્યાં સુધી બધું મિક્સ કરી બરાબર સાંતળી લો.

  2. 2

    હવે ડુંગળી ટામેટાં ના આ મિશ્રણને બરાબર ઠંડુ થવા દો. ઠંડું થઈ જાય એટલે તેને મિક્સરમાં કાઢીને પ્યુરી બનાવી તૈયાર કરી લો.

  3. 3

    હવે બીજી તરફ એક વાટકીમાં ૮ થી ૧૦ નંગ કાજુ અને ખસ ખસ નાખી તેમાં પાણી ઉમેરી અડધા કલાક માટે પલાળી રહેવા દો. ત્યારબાદ તેને મિક્સરમાં લઈ તેમા આસકા જૂની સાથે પાણી, વરિયાળી અને મરી નાંખી બરાબર પીસી લો.

  4. 4

    હવે તેજ કડાઈમાં તેલ મૂકી કાજુને બે ટુકડા કરી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં તળી લો અને તેને એક પ્લેટમાં કાઢી તે જ તેલમાં પ્યોરી ઉમેરી તેને બરાબર સાંતળી લો. જ્યાં સુધી તેલ છૂટું ના પડે તેનાથી ત્યાં સુધી તેને સાંતળો.

  5. 5

    Fury માંથી તેલ છૂટું પડતું જણાય એટલે તેમાં કાજુ ખસખસ વાળુ મિશ્રણ ઉમેરી તેને પણ બરાબર સાંતળી લો.

  6. 6

    હવે તેમાં બધા કોરા મસાલા, તળેલા કાજુ અને છીણેલું પનીર ઉમેરી ઉપરથી કસૂરી મેથી તેમજ ખાંડ ઉમેરી બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી ને ચડવા દો.

  7. 7

    તૈયાર છે કાજુ પનીર મસાલા તેને ગરમા ગરમ સર્વ કરો. ઉપરથી કોથમીર તેમજ કાજુ ગભરાવી સજાવટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes