ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#PS
ચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે.

ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)

#PS
ચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૧૦ વ્યક્તિ
  1. ૬ નંગ બટાકા
  2. ૫ નંગડુંગળી
  3. ૬ નંગટામેટા
  4. ૨ નંગરીંગણ
  5. ૧ નંગકેપ્સીકમ
  6. ૧/૨કોબીજ
  7. ૧ નંગગાજર
  8. ૧ નંગફ્લાવર
  9. ટુકડોબીટ
  10. ૨ નંગલીંબુ
  11. ૩ ચમચીલીલા વટાણા
  12. બટર
  13. તેલ
  14. ચપટીહિંગ
  15. ૧ ચમચીલસણની ચટણી
  16. ૨ ચમચીભાજીપાવ નો મસાલો
  17. 1 ચમચીજીરૂ
  18. ચમચીહળદર
  19. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  20. સ્વાદ પ્રમાણેમીઠું
  21. કોથમીર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકા, ફ્લાવર, રીંગણ, કોબીજ, ગાજર પાણીથી ધોઈ સમારી લેવા. ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ પાણીથી ધોઈ સમારી લેવા. બીટને છીણી લેવું. હવે એક કૂકરમાં બટાકા ફ્લાવર કોબીજ ગાજર અને રીંગણ નાખી થોડું પાણી રેડી ત્રણ સીટી વગાડો. રીંગણ છોલીને નાખો.

  2. 2

    હવે ટામેટા અને ડુંગળી ને મિક્સર જારમાં વારાફરતી પેસ્ટ કરો. બીટ ને છોલી ને છીણી લેવું.

  3. 3

    હવે એક કઢાઈમાં તેલ રેડી જીરું, હિંગ અને લસણની ચટણી નાખી સાંતળો. ત્યારબાદ ડુંગળી ઉમેરી સાંતળો. ડુંગળી શેકાઈ જાય એટલે તેમાં કેપ્સીકમ નાખી હલાવીને ઢાંકણ ઢાંકી દો. હવે કેપ્સીકમ ચડી ગયા છે.

  4. 4

    હવે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો ને મીઠું, હળદર નાખી ને હલાવી દો અને શેકવા દો. કુકર ઠંડું થઈ ગયું છે. એક મોટા બાઉલમાં બાફેલા શાકભાજી લઈ તેને મેસર થી મેષ કરો.

  5. 5

    હવે હવે પ્યુરી માં બીટ, ભાજીપાવ નો મસાલો, કાશ્મીરી લાલ મરચું નાખી હલાવો. હવે તેમાં બાફેલા શાકભાજી જે મેષ કર્યા છે તે ઉમેરો. અને બધું જ બરાબર હલાવો. થોડું પાણી રેડી ધીમા તાપે પાંચ મિનિટ થવા દો. પાવભાજી માં બીટ નાખવાથી તેનો કલર સરસ આવે છે. હવે તૈયાર છે ચટપટી spaici ભાજીપાવ. એમાં કોથમીર નાખી હલાવી દો. પાઉં ને વચ્ચેથી બે પીસ કરી એક તવા પર બટર લગાવીને શેકવું.

  6. 6

    હવે તૈયાર છે ચટપટી spicy ભાજીપાવ. તેને સર્વિંગ બાઉલમાં લઈ બટર અને કોથમીરથી સજાવો. પાઉં મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes