અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

#EB
#Week4
#અચાર મસાલો

અથાણાં ની સીઝન છે તો આ મસાલો તો ઘેર ઘેર મળે જ, આ મસાલો એટલો ચટપટો હોય છે કે અથાણાં સિવાય પાપડી ના લોટ મા, કે કાકડી કે કાચી કરી પર લગાવી ને ખાવાની પણ બહુ મજા આવે...અહી આ મસાલા ની મારી રેસિપી શેર કરું છુ ટિપ્સ સાથે..

અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)

#EB
#Week4
#અચાર મસાલો

અથાણાં ની સીઝન છે તો આ મસાલો તો ઘેર ઘેર મળે જ, આ મસાલો એટલો ચટપટો હોય છે કે અથાણાં સિવાય પાપડી ના લોટ મા, કે કાકડી કે કાચી કરી પર લગાવી ને ખાવાની પણ બહુ મજા આવે...અહી આ મસાલા ની મારી રેસિપી શેર કરું છુ ટિપ્સ સાથે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૧/૨ કપરાઈ ના કુરિયા
  2. ૧/૪ કપમેથી નાં કુરિયા
  3. ટે. સ્પૂન હિંગ
  4. ટે.સ્પૂન મીઠું
  5. ટે.સ્પૂન લાલ મરચું
  6. ૧/૪ ચમચીહળદર
  7. ટે.સ્પૂન સરસિયું તેલ કે સીંગતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    રાઈ ના કુરિયા અને મેથી કુરિયા ને વારાફરતી મિક્સર મા ચાલુ બંધ કરી ૨-૨ સેકંડ માટે ચરન કરી લો. બહુ ઝીણું કરવાનું નથી. બસ એક બે વાર જ ફેરવવાનું છે

  2. 2

    હવે તેલ ને ગરમ કરી લો પછી ૨ મિનિટ ઠંડું થવા દો.

  3. 3

    બીજી બાજુ એક બાઉલ માં રાઈ મેથી ના કુરિયા લઈ એમાં હિંગ નાખી આ તેલ ઉમેરી ઢાંકી ને મૂકી દો.

  4. 4

    હવે એક પેન મા મીઠા ને ૧-૨ મિનિટ માટે સેકી લો જેથી એમાંનો ભેજ જતો રહે.

  5. 5

    તેલ નાખતા પેહલા મરચું કોઈ નાખવું નહી, એમ કરવાથી થોડા ટાઈમ પચી તમારો મસાલો ડાર્ક કે શ્યામ પડી જસે.

  6. 6

    હવે તેલ વાળા મિક્સર ને મિક્સ કરી લો. હવે એમાં લાલ મરચું, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  7. 7

    તૈયાર છે આચાર મસાલો, આ મસાલા ને કાચ ની સાફ બરણી માં (બરણી ધોઈ તાપે તપાવેલા હોવી જોઇએ) ભરી લો.

  8. 8

    આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરવાથી મસાલો આખું વર્ષ એવો ને એવો લાલ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

Similar Recipes