ચટપટા આલુ પોહા (Chatpata Aloo Poha Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#cookpadindia
#cookpadguj
#HealthyBreakfast

આજે બ્રેક ફાસ્ટ માં હેલ્થી ચટપટા બટાકા પોંહા બનાવ્યા.બનાવતા વિચાર આવ્યો કે આખી દુનિયા આ ખરાબ સમય થી પસાર થઇ રહી છે તો આ સમય જલ્દી થી વેહતા પાણી ની જેમ વહી જાય અને બધા લોકો પેહલા જેવી લાઈફ એન્જોય કરે.
તો મેં આજે એ રીતે આ ડીશ નું ગાર્નિશ કર્યું છે.

ચટપટા આલુ પોહા (Chatpata Aloo Poha Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#HealthyBreakfast

આજે બ્રેક ફાસ્ટ માં હેલ્થી ચટપટા બટાકા પોંહા બનાવ્યા.બનાવતા વિચાર આવ્યો કે આખી દુનિયા આ ખરાબ સમય થી પસાર થઇ રહી છે તો આ સમય જલ્દી થી વેહતા પાણી ની જેમ વહી જાય અને બધા લોકો પેહલા જેવી લાઈફ એન્જોય કરે.
તો મેં આજે એ રીતે આ ડીશ નું ગાર્નિશ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. નાના બાઉલ પલાળેલા પોહા
  2. ૪ tbspતેલ
  3. ૧ tbspરાઈ
  4. ૧ tbspજીરા
  5. ૧ tbspસફેદ તલ
  6. લીમડા ના પાન
  7. નાની સાઇઝ નો સમારેલો કાંદો
  8. મોટી સાઇઝ નો સમારેલો બટાકા
  9. નાનું સમારેલું ગાજર
  10. ૨ ચમચીસમારેલું કોબીજ
  11. ૨ tbspલીંબુ રસ
  12. ૨ tbspખાંડ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧ tbspહળદર
  15. ૩ નંગસમારેલા લીલા મરચાં
  16. ગાર્નિશ માટે
  17. સમારેલા લીલા ધાણા
  18. છીણેલું ગાજર
  19. ૧ ચમચીદાડમ ના દાણા
  20. લીમડા ના પાન
  21. ૨ tbspમેયોનીઝ
  22. કોઈ પણ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પોહા ને ૨ વખત બરાબર ધોઈ ને ૧૦ મિનિટ પલાળવા.પોહા પલદે એટલું જ પાણી હોવું જોઈએ.

  2. 2

    એક કડાઈ માં તેલ લઈ રાઈ નાખી તતડે એટલે જીરું નાખી લીમડા ના પાન નાખવા.સફેદ તલ નાખી ફૂટે
    પછી સમારેલા લીલા મરચા,સમારેલા બટાકા નાખી ૨ મિનિટ થવા દેવું.

  3. 3

    પછી તેમાં સમારેલા કાંદા,ગાજર, કોબીજ નાખી ૨ મિનિટ થવા દેવું.હળદર નાખવી.

  4. 4

    હવે બધું બરાબર ચડી જાય પછી પલાળેલા પોહાં નાખવા.

  5. 5

    હવે મીઠું, ખાંડ અને લીંબુ નો રસ નાખી બરાબર હલાવવું.જેથી ખાંડ ઓગળી જાય.ગેસ બંધ કરી દેવો.

  6. 6

    પોહા ને બીજા વાસણ માં કાઢી લેવા.જેથી તે સોફ્ટ રહશે.અગર કડાઈ માં રાખી મુકીશું તો કડાઈ ગરમ હોય તો એ કડક થાય જશે.

  7. 7

    તો ગરમ ગરમ ચટપટા poha સર્વ કરવા ready છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes