ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#EB
વર્ષો થી બનતું આ રીત થી આ શાક કુટુંબ મા બધા ને બહુજ પસંદ છે. મારા ફૈબા એ શીખવ્યું છે.તમે પણ ટ્રાય કરજો.

ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

#EB
વર્ષો થી બનતું આ રીત થી આ શાક કુટુંબ મા બધા ને બહુજ પસંદ છે. મારા ફૈબા એ શીખવ્યું છે.તમે પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ કારેલાં
  2. ૪ ટેબલ સ્પૂનચણા નો લોટ
  3. ૪ ટેબલ સ્પૂનકોથમીર
  4. ૪ ટેબલ સ્પૂનધાણાજીરુ
  5. ૧ ટી સ્પૂનહળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  8. ૨ ટેબલ સ્પૂનગોળ
  9. લીંબુ નો રસ
  10. ૪ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કારેલાં ની છાલ કાઢી વચ્ચે આદો કાપો કરો. કારેલાં મોટા હોય તો બે ભાગ કરી શકો છો.

  2. 2

    છાલ ને અલગ રાખો. બે બાજુ ના દાંડી કાપી લો.

  3. 3

    ઢોકળાં ના કૂકર મા પાણી ગરમ મૂકી જાળી મૂકી ઉપર કારેલાં ગોઠવી દો.ઉપર છોલેલી છાલ પાન પથરી દો. વરાળે કરેલા બાફી લો.૧૫ મિનિટ મા કારેલાં અધકચરા ચડે એટલે ગેસ બંધ કરી કારેલાં ને છાલ બહાર કાઢી ઠારવા દો.

  4. 4

    છાલ ને કારેલાં અલગ કરી લો.

  5. 5

    બધોજ મસાલો મિક્સ કરી તેમાં ૧ ટેબલ સ્પૂન તેલ નાખી આ મસાલો કારેલાં મા ભરી કારેલાં તૈયાર કરો.

  6. 6

    વધેલા મસાલા ને છાલ મા મિક્સ કરી અલગ રાખો.

  7. 7

    ૩ ટેબલ સ્પૂન તેલ કડાઈ મા લઈ ગરમ મૂકો

  8. 8

    તેમાં ભરેલા કારેલાં વઘારો.સરસ midium આંચ પર ગુલાબી ચડવા દો.

  9. 9

    ઉપર છાલ સાથે મિક્સ કરેલો મસાલો પાથરી ઢાંકી ને ચડાવો.

  10. 10

    ૫ મિનિટ પછી હલાવી મિક્સ કરી શાક તૈયાર કરો.

  11. 11

    ગરમ રોટલી ને કેરી ના રસ સાથે ખુબજ સરસ લાગશે.

  12. 12

    છાલ નો ઉપયોગ કરવા થી ખૂબ ફાયદો થાય છે

  13. 13

    ગોળ નું માપ સ્વાદ મુજબ લઈ સકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ

Similar Recipes