ભરેલા કારેલા નું પંજાબી શાક (Stuffed Karela Punjabi Shak Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik

#EB
#Week_6
કારેલા નું શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પંજાબી સ્ટાઈલમાં કારેલા નું શાક બનાવ્યું છે.ખરેખર ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે .આ રીતે બનાવો તો બાળકો ને પણ ભાવશે. ભરેલા કારેલા નું પંજાબી શાક બનાવશો તો વારંવાર બનાવશો, નાના મોટા સૌને ભાવશે.

ભરેલા કારેલા નું પંજાબી શાક (Stuffed Karela Punjabi Shak Recipe In Gujarati)

#EB
#Week_6
કારેલા નું શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પંજાબી સ્ટાઈલમાં કારેલા નું શાક બનાવ્યું છે.ખરેખર ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે .આ રીતે બનાવો તો બાળકો ને પણ ભાવશે. ભરેલા કારેલા નું પંજાબી શાક બનાવશો તો વારંવાર બનાવશો, નાના મોટા સૌને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામકારેલા
  2. 1/2 કપક્રશ કરેલી ડુંગળી
  3. 1/2 કપક્રશ કરેલાં ટામેટા
  4. 1/2 કપચણાનો લોટ
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીધાણાજીરુ પાઉડર
  7. 1/4 ચમચીહળદર
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/4 કપગોળ છીણેલો
  10. 4 ચમચીતેલ
  11. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં કારેલા ને પાણી થી ધોઈ લો અને ઉપર થી છાલ કાઢી લો.પછી વચ્ચે થી કટ લગાવી તેમાં મીઠું ભરી લો, અને કુકર માં પાણી નાંખી 1 વ્હીસલ થી બાફી લેવા.
    વધારે બફાઈ જાય નહીં તે ધ્યાન રાખવું. બહાર કાઢી તરત જ પાણી કાઢી લેવું અને બીજ કાઢી લો. કુણા બીજ રહેવા દેવા.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનો લોટ, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ગોળ અને તેલ નાખી તેને મિક્સ કરો અને કારેલા માં સ્ટફિગ ભરીને રાખો.
    એક કડાઈમા તેલ નાખી તેમાં ક્રશ ડુંગળી નાખી શેકી લો અને ક્રશ ટામેટા ઉમેરો અને બરાબર મિક્સ કરીને સાંતળો. બરાબર સંતળાય પછી તેમાં કેપ્સીકમ કાપેલું ઉમેરો અને બરાબર મિક્સ કરો. 1 કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં કારેલા અને વધેલો મસાલો ઉમેરી થોડું મિક્સ કરી લો, બહુ હલાવવું નહીં. ઢાંકણ ઢાંકી ને 5 મિનિટ માટે ચઢવા દો.
    હવે એક બાઉલમાં કાઢી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Colours of Food by Heena Nayak
પર
પરંપરાગત અને આધુનિક રસોઈ બનાવવી અને ફ્યુઝન કરવુ ખૂબજ પસંદ છે.
વધુ વાંચો

Similar Recipes