કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 લોકો
  1. ૨૦૦ ગ્રામ કારેલાં
  2. ૩ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીરાઈજીરુ
  4. ૧/૨ ચમચીહીંગ
  5. ૧ ચમચીધાણાજીરું
  6. ૧ ચમચીલસણ મરચાની ચટણી
  7. ૧/૨ ચમચીહળદર
  8. મીઠું જરૂર મુજબ
  9. જરૂર મુજબ ગોળ સમારેલ
  10. ૩ ચમચીચણા લોટ
  11. ગાર્નિશ માટે સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કારેલાંની છાલ ને થોડી થોડી ઉતારી ધોઈ સમારી લો.૧ ચમચી મીઠું નાખી હાથથી મિક્સ કરી દો ૫ મિનિટ ઢાંકીમૂકી દો.પછી તેમાં પાણી નાખીને હાથથી હલાવી પાણી માથી કારેલાંને કાઢી લો

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરો.તેમાં રાઈજીરુ હીન્ગ નાખી કારેલા નાખીને બરાબર મિક્ષ કરો.૫ મિનિટ ઢાંકી ચડવા દો.વચ્ચે વચ્ચે ઢાકણ ખોલી હલાવતા રહેવું.

  3. 3

    પછી લસણની મરચાની ચટણી, હળદર, ધાણાજીરું ચણા લોટ નાખીને બરાબર મિક્સ કરી ૩-૪ મિનિટ શેકી સમારેલ ગોળ નાખીને ગેસ બંધ કરી દો અને હલાવી બરાબર મિક્ષ કરી દો.

  4. 4

    કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes