સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotalo Recipe In Gujarati)

Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875

#Fam
#cookpadgujrati
#cookpadindia
#Fam પનીર ભુરજી એક ફેમસ આઈટમ છે, સુરત માં એમાં જ થોડા ફેરફાર કરી ને ચીઝ પનીર ગોટાળો ઢોંસા - પાઉં બહુ જ પ્રખ્યાત છે.... જે સામાન્ય રીતે કલર માં પીળો અને બ્રાઉન હોય છે પણ મારાં ત્યાં રેડ કલર બધા ને પસંદ છે દરેક વસ્તુ માં એટલે મે થોડી અલગ રીતે બનાવ્યો છે, એકવાર બનાવશો આ રીત થી તો ફરી ફરી બનાવતા રેશો.........

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
4 લોકો
  1. 200 ગ્રામપનીર
  2. 3-4ક્યુબ ચીઝ
  3. 4ટામેટા
  4. 1કાંદો
  5. 1મોટુ કેપ્સિકમ
  6. આદુ મરચા લસણ ની પેસ્ટ
  7. 3 ચમચીતેલ
  8. 1 ચમચીજીરું
  9. 1 ચપટીહિંગ
  10. 1 ચપટીહળદર
  11. 3 ચમચીલાલ કાશ્મીરી મરચું
  12. 1 ચમચીટોમેટો કેચપ
  13. 1 ચમચીકસૂરી મેથી
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. 2 ચમચીબટર
  16. 1/2 પોણો ગ્લાસ પાણી
  17. 1 ચમચીપાવભાજી મસાલો
  18. કોથમીર
  19. લાસ્ટ તડકાં માટે
  20. 1 તેજ પત્તા
  21. 1 દાળ ના ફૂલ
  22. 2 લાલ સૂકા મરચા
  23. સ્ટારફૂલ

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં 2 ચમચી તેલ લઇ,તેમાં જીરું અને હિંગ નાખો, પછી આદુ મરચા લસણ ની પેસ્ટ અને જીણા સમારેલા કાંદા સાંતળી લો અને પછી બારીક કાપેલા ટામેટા અને કેપ્સિકમ નાખી હળદર અને 2 ચમચી મરચું અને મીઠું નાખી 2-3 મિનિટ ઢાંકી દો.

  2. 2

    હવે થોડું તેલ બહાર નીકળે એટલે કસૂરી મેથી,1 ચમચી બટર અને 1 ચમચી કેચપ, પાવભાજી મસાલો નાખી હલાવી લેવું,ત્યારબાદ એમાં છીણેલું પનીર નાખી થોડું થોડું પાણી નાખતા જવું ને 2 -3 મિનિટ ઢાંકી દેવું..... ને ત્યાર બાદ 3 ક્યુબ ચીઝ છીણી ને નાખી દેવા......ને હલાવી ને ઉતારી લેવું..ચીઝ વધુ બી નાખી શકો છો,... (ઓછું હશે તો પનીર ભુરજી લાગશે.)

  3. 3

    લાસ્ટ તડકો ઓપશનલ છે, થોડું તેલ લઇ એમાં તેજ પત્તા, સૂકા લાલ મરચા, સ્ટાર, વઘાર ના ફૂલ,તજને કાશ્મીરી લાલ મરચું પાઉડર સાંતળી ને ઉપર રેડી દેવો.હવે સરવિંગ પ્લેટ માં પનીર ગોટાળો લો તેમાં ઉપર થોડું બટર, ખમણેલું ચીઝ અને કોથમીર નાખો.. અને સર્વ કરો.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875
પર

Similar Recipes