સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#EB
#Week6
સરગવમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. જે હાડકા મજબૂત કરવામાં મહત્વનું છે. તેથી રોજીંદા ભોજનમાં લેવુ જોઈએ. તેના પાન અને ફૂલોનો પણ ઉપયોગ માં લેવાય છે. આ ઉપરાંત આયુર્વેદ માં સરગવાની ઝાડની છાલ અને મૂળ માથી પણ દવાઓ બનાવવામાં આવે છે. આ રીતે ગુણકારી એવા આ વૃક્ષની ફળ એટલે કે સિંગનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ
  1. 250 ગ્રામબાફેલી સરગવાની શીંગ
  2. 2 કપસમારેલા બટેકા
  3. 1.5 ટે.સ્પૂનવઘાર માટે તેલ
  4. 1 ટી.સ્પૂનરાઈ
  5. 1 ટી.સ્પૂનજીરું
  6. 1/2 ટી.સ્પૂનહીંગ
  7. 5-6લીમડાના પાન
  8. 1.5 ટી.સ્પૂનપીસેલું લસણ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ટી.સ્પૂનહળદર
  11. 2 ટી.સ્પૂનમરચું
  12. 2 ટી.સ્પૂનધાણાજીરું
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ સરગવાની સિંગને ધોઈ, છોલીને સમારી લેવી. ત્યારબાદ તેને ઉછળતા પાણીમાં બાફી લેવી. બટેકા ને પણ છાલ કાઢીને સમારી લેવા.

  3. 3

    હવે વઘાર કરવા માટે કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરવું. તેમાં સમારેલા બટેકા એડ કરવા. સ્વાદ અનુસાર મીઠું એડ કરવું. બટેકા સંતળાઇ જાય એટલે પીસેલું લસણ, મરચું, હળદર, ધાણા પાઉડર એડ કરવું.

  4. 4

    હવે પાણી એડ કરી બટેકા કૂક કરી લેવા. હવે બટેકા એકદમ સરસ ચઢી જાય અને પાણી પણ બળી જાય એટલે બાફેલી સરગવાની શીંગ એડ કરવી. 2-3 મિનિટ ચઢવા દેવી. જેથી બધા મસાલા સિંગમા મિક્સ થઈ જાય. સરગવાની સિંગનુ શાક તૈયાર છે. ગરમાગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes