ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 💥૧ વાટકી ચોખા (ભાત બનાવવા માટે)
  2. 💥૧/૨ વાટકી મગ (રસા વાળા મગ બનાવવા માટે)
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૪ ચમચીરાઇ
  5. ૧/૪ ચમચીજીરુ
  6. ચપટીહીંગ
  7. ૩ ચમચીતેલ વઘાર માટે
  8. ૧/૨લીંબુ
  9. ૨ ચમચીકોથમીર
  10. ૨ ગ્લાસજેટલું પાણી
  11. ૮/૧૦ પાન મીઠો લીમડો
  12. ૧/૪ટમેટુ
  13. ૧ નંગલીલું મરચુ
  14. ૧ ચમચીલાલ મરચુ
  15. ૧/૨ ચમચીધાણાજીરુ
  16. સ્વાદ મુજબ મીઠું
  17. 💥૩/૪ નંગ બટેટા (બટેટા નું શાક બનાવવા માટે)
  18. ૫ ચમચીતેલ
  19. ૧/૪ ચમચીરાઇ
  20. ૧/૪ ચમચીજીરુ
  21. ચપટીહીંગ
  22. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  23. ૧/૨ટમેટુ
  24. ૧૧/૨ ચમચી કાશ્મીરીલાલ મરચુ
  25. ૧/૨ ચમચીહળદર
  26. ૧ચમચી ધાણાજીરુ
  27. મીઠું સ્વાદ મુજબ
  28. ૨ ચમચીકોથમીર
  29. થી ૧૧/૨ ગ્લાસ પાણી
  30. 💥દુધી નું શાક બનાવવા માટે
  31. ૨૫૦ ગા્મ દુધી
  32. ૪/૫ ચમચી તેલ
  33. ૧/૪ ચમચીરાઇ
  34. ૧/૪ ચમચીજીરુ
  35. ચપટીહીંગ
  36. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  37. ૧/૨ટમેટુ
  38. ૧/૨ ચમચીહળદર
  39. ૧ચમચી ઘાણાજીરુ
  40. ૧૧/૨ચમચી લાલ મરચુ
  41. ૨ ચમચીકોથમીર
  42. થી ૧૧/૨ ગ્લાસ પાણી
  43. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાત બનાવવા માટે … ચોખા ને ૧/૨ કલાક પાણી મા પલાળી ને તપેલી મા બાફી લો,ભાત ચડી જાય એટલે ચાયણી મા કાઢી લો.

  2. 2

    મગ બનાવવા માટે મગ ને ૪/૫ કલાક પલાળી ને બાફી લો. પછી તેમા સ્વાદ મુજબ મીઠું તથા ૧/૨ ચમચી હળદર નાંખી ૫ મીનીટ ઉકળવા દો, પછી ૧ પેન મા ૩ ચમચી તેલ મુકી ૧/૪ ચમચી રાઇ,૧/૪ ચમચી જીરુ, ચપટી હીંગ, ૮/૧૦ પાન લીમડો તથા ૧ ચમચી ટમેટું, ૧ ચમચી લીલું મરચુ, લાલ મરચુ, ધાણાજીરુ બધુ ઉમેરી ૫ મીનીટ ચડવા દો, પછી મગ નો વઘાર કરી લો. પછી ૧/૨ લીંબુ તથા ૨ ચમચી કોથમીર ઉમેરી સવઁ કરો.

  3. 3

    બટેટા નું શાક બનાવવા માટે બટેટા ને મીડીયમ સમારી લો, પછી કુકર મા ૪/૫ ચમચી તેલ મુકી ગરમ થાય એટલે તેમા ૧/૪ ચમચી રાઇ,૧/૪ ચમચી જીરુ, ચપટી હીંગ નાંખી ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ તથા ૧/૨ ટમેટું ઉમેરી બટેટા નો વઘાર કરી તેમા ૧/૨ ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ૧ ૧/૨ ચમચી મરચુ, ૧ ચમચી ધાણાજીરુ તથા ૨ ચમચી કોથમીર ઉમેરી સરસ મીકસ કરી ૧ થી ૧૧/૨ ગ્લાસ જેટલું પાણી ઉમેરી ૩ સીટી કરી લો.

  4. 4

    દુધી નું શાક બનાવવા માટે દુધી ને મીડીયમ સમારી લો, પછી કુકર મા ૪/૫ ચમચી તેલ મુકી ૧/૪ ચમચી રાઇ,૧/૪ ચમચી જીરુ,ચપટી હીંગ, ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ તથા ૧/૨ ટમેટુ ઉમેરી દુધી નો વઘાર કરી ૧/૨ ચમચી હળદર, ૧૧/૨ ચમચી મરચુ, સ્વાદ મુજબ મીઠું, ૧ ચમચી ધાણાજીરુ તથા ૨ ચમચી કોથમીર ઉમેરી સરસ મીકસ કરી ૧થી ૧ ગ્લાસ પાણી ઉમેરો, પછી કુકર મા ૩ સીટી કરી ગેસ બંધ કરી લો.

  5. 5

    સાથે રોટલી,છાસ, પાપડ તથા સલાડ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Kesariya
Parul Kesariya @cook_29602118
પર

Similar Recipes