ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપચોખા
  2. 1 કપતુવેર દાળ
  3. શાક બનાવવા માટે
  4. 2ઝૂડી કલીની ભાજી
  5. 10કળી લસણ
  6. 5 ચમચીતેલ
  7. 4 ચમચીચણાનો લોટ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2 ચમચીઅજમો
  11. 1/2 ચમચીહિંગ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. દાળ બનાવવા માટે
  14. 1 કપતુવેર દાળ
  15. 1 ચમચીલાલ મરચું
  16. 1/2હળદર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. 1 નંગટામેટું
  19. 2લીલા મરચા
  20. કોથમીર
  21. 2 ચમચીગોળ
  22. 4/5મીઠા લીમડાના પાન
  23. 1 ચમચીતેલ
  24. 1/2 ચમચીરાઈ
  25. 1/2 ચમચીજીરૂ
  26. 1/2મેથીના દાણા
  27. ચપટીહિંગ
  28. રોટલી બનાવવા માટે
  29. 2 કપઘઉંનો લોટ
  30. મીઠું સ્વાદાનુસાર
  31. ભાત બનાવવા માટે
  32. 1 કપચોખા
  33. પાણી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1 કપ તુવેર દાળ ને ધોઈ અને કૂકરમાં બાફી લઈશું. ત્યારબાદ ચોખાને ધોઈને 1/2 કલાક પલાળી રાખી શું. પછી એક તપેલીમાં પાણી ગરમ મૂકી શું. પાણી ઉકળે એટલે ભાત ને ઓસા વી લઈશું.

  2. 2

    હવે ઘઉંના લોટમાં મીઠુ નાખીને થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી શું. 1/2 કલાક પછી એક ચમચી તેલ નાખી લોટને સરખો મળી લઈશું. પછી તેની ફૂલકા રોટલી બનાવી શું.

  3. 3

    હવે દાળ બફાઈ જાય એટલે દાળમાં બ્લેન્ડર ફેરવીને તેમાં મસાલો કરીશું. તેમાં લાલ મરચું, હળદર, મીઠું, ગોળ, ટામેટુ, લીલા મરચા ઝીણા કાપેલા, નાખી ઉકળવા મૂકી શું. ઉકળી જાય એટલે તેમાં વઘાર કરીશું.

  4. 4

    દાળના વઘાર માટે એક વઘારીયા માં એક ચમચી તેલ મૂકી તેમાં રાઈ, મેથીના દાણા, જીરુ, લીમડાના પાન અને હિંગ ઉમેરી દાળમાં વઘાર કરવો.

  5. 5

    શાક બનાવવા માટે સૌથી પહેલા ભાજી ના બધા અલગ કરી દેવાના વચ્ચેની દાંડી વાળો ભાગ છે તેને બહાર કાઢી લેવાનો. પછી ઝીણી સમારી લેવી. પાણીથી બે-ત્રણવાર ધોઈ લેવી અને કાણાવાળા વાડકામાં કાઢી લેવી.

  6. 6

    એક ડીશ માં ચણાનો લોટ લઇ તેમાં લાલ મરચું, હળદર, મીઠું, ચપટી હિંગ, અજમો, એક ચમચી તેલ ઉમેરી. સરખું મિક્ષ કરી લેવું.

  7. 7

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, હીંગ, હળદર ઉમેરી ભાજીને વધારી દો. માં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરીને ધીમે આંચે ચડવા દો. ભાજી ચઢી જાય એટલે તેમાં મસાલાવાળું ચણાનો લોટ ઉમેરી દેવો. ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દેવું.

  8. 8

    હવે તેમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરો. અને બે મિનિટ સુધી ચઢવા દો

  9. 9

    તો હવે તૈયાર છે ગુજરાતી થાળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes