મેક્સીકન કોર્ન ભેળ (Mexican Corn bhel Salsa recipe in Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

કોર્ન (મકાઈ) સાલસા ફ્રેશ કોર્ન સલાડ છે જે ટામેટા, કાંદા, લાલ લીલા પીળા કેપ્સીકમ અને જલપેનોસ થી બને છે. ફક્ત લીંબુ નો રસ નાખીને તૈયાર થાય છે. જટપત, હિલધી અને ટેસ્ટી એવી ચાટ. ભેળ તરીકે પણ ખવાય અને નચોસ ચિપ્સ પર નાખીને પણ સર્વે કરી શકાય.
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩ કપમકાઈ
  2. ૧/૨ કપસમારેલા ટામેટા
  3. ૧ કપલાલ, લીલા પીળા કેપ્સીકમ
  4. ૧/૨ કપસમારેલા કાંદા
  5. ૪ ટેબલસ્પૂનજેલાપીનો, જીણા સમારેલા
  6. ૨ ટેબલસ્પૂનલસણ, જીણું સમારેલું
  7. ૨-૩ ટેબલસ્પૂન લીંબુ નો રસ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૨ ટીસ્પૂનકળી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગરમ પાણી લઈ તેને એક બાઉલ માં નાખીને મકાઈ નાખી ૧૫-૨૦ મિનિટ સાઇડ પર રાખો.

  2. 2

    મકાઈ ને ગેસ પર ૩-૫ મિનિટ સેકીને ગેસ પરથી ઉતારી લો ને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે દાણા કાઢી લેવા.

  3. 3

    એક બાઉલ માં સમારેલા કાંદા, ટામેટા, લાલ લીલા પીડા કેપ્સીકમ નાખો. ત્યાર બાદ જીણા સમારેલા જેલપીનો અને લસણ નાખી અગાઉ તૈયાર કરેલ મકાઈ નાખી, મીઠું અને મરી ભભરાવીને મિક્સ કરો.

  4. 4

    લીંબુ નો રસ નાખીને સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hency Nanda
Hency Nanda @hencynanda
પર
Rajkot, Gujarat

Similar Recipes