રવા મેંદા ની પૂરી(Rava Maida Puri Recipe In Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#RC1
રવા મેંદાની પૂરી અમારા સુરતી લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કેરી ની સીઝન માં રસ સાથે ખાસ ખવાય...પણ ચા સાથે ખવાય એવી આ પૂરી પીળા કલર ની અને ખાંડ નાખી બનાવવામાં આવે છે .ટેસ્ટ માં ખૂબ જ સરસ અને સોફ્ટ હોય છે. અને
આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.
આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક 30 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામરવો
  2. 150 ગ્રામમેંદો
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીજીરા પાઉડર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 ચમચીહર્દર
  7. 150 ગ્રામઘી
  8. 2 ચમચીખાંડ
  9. જરૂર મુજબ પાણી(હુફારું)
  10. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

1કલાક 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા થાર માં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.ઘી ને ગરમ કરી પિઘારી ને નાખવું... મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. હવે થોડું થોડું હુંફાળું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધી 5 મિનિટ સુધી બરાબર મસળી લો.

  2. 2

    હવે તેમાં થી લુવા કરી લો.... લુઆ માંથી ચાર થી પાંચ વખત વેલણ મારી પૂરી વણી લો...હવે વેલણ થી એક કાણું પાડી લો....જેથી પૂરી ફૂલે નહિ...હવે બીજી બાજુ પેની માં ઘી ગરમ કરો...ગરમ ઘી એક સાથે ૨ k ૩ જ પૂરી મૂકવી અને પેહલા સ્લો ગેસ અને પછી થોડી ફાસ્ટ પર થવા દેવી....

  3. 3

    આમ બધી પૂરી સોનેરી રંગ ની થાય એ રીતે તરી લેવી....તો રેડી છે મસ્ત સોફ્ટ...ખુબ જ ફરસી પૂરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes