વાટી દાળના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૧ કપચણાની દાળ
  2. ૨ ટેબલ સ્પૂનચોખા
  3. ૨ ટેબલ સ્પૂનખાટું દહીં
  4. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  5. 1/2 ટી સ્પૂન ખાવાનો સોડા
  6. ૧ ચમચીલીંબુ નો રસ
  7. ૧ ટેબલ સ્પૂનતેલ
  8. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. વઘાર માટે
  11. ૨ ટી સ્પૂનતેલ
  12. ૧ ટી સ્પૂનરાઈ
  13. ચપટીહિંગ
  14. ૧૦-૧૫ લીમડાના પાન
  15. ૧ ટી સ્પૂનતલ
  16. લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ અને ચોખાને ૫ થી ૬ કલાક માટે પલાળી દેવા.

  2. 2

    દાળ ચોખા પલડી ગયા બાદ મિક્સરમાં દહીં નાખી કરકરુ પીસી લેવું.

  3. 3

    આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને ગરમ જગ્યાએ છથી સાત કલાક માટે આથો લાવવા માટે મૂકી દો.

  4. 4

    છ-સાત કલાક પછી જ્યારે ઢોકળા બનાવવા હોય ત્યારે એક ઢોકળિયામાં પાણી મૂકી દેવું. પાણી બરાબર ઉકળે ત્યાં સુધીમાં મિશ્રણમાં હળદર, મીઠું આદું-મરચાંની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં તેલ, સોડા નાખી ઉપર લીંબુનો રસ નાંખી દેવો એકદમ ફિણ થવા માંડે એટલે ૨ ચમચી ગરમ પાણી નાખી બરાબરનો એક સાઇડ હલાવી લેવું.

  5. 5

    આ બધી પ્રક્રિયા કરીએ ત્યાં સુધીમાં પાણી ઉકળી ગયું હશે એટલે એક ડીસમાં તેલ લગાડી તેમાં મિશ્રણ ઉમેરી ઢોકળીયામાં મૂકી દઈશું અને ઢાંકી દેશુ. આટલા માપ માંથી બે ડીશ ઢોકળા બને છે

  6. 6

    15- 20 મિનિટ પછી ઢોકળા બરાબર થઈ ગયા હશે તેને થોડીવાર માટે ઠરવા દેવા ત્યારબાદ તેને કાપા કરી અને રાખી દેવા.

  7. 7

    એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,લીલા મરચાં, તલ,લીમડો, નાખી સહેજ હિંગ નાખી અને આ વઘાર તૈયાર થયેલા ખમણ પર ફેલાવી દો.

  8. 8

    તૈયાર છે પોચા પોચા વાટી દાળના ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Solanki
પર
જામનગર

Similar Recipes