સુરતી ઇદડા (Surti Idada Recipe In Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#EB
ઇદડા ને આમ તો ઇડલી નું ગુજરાતી વર્ઝન કહી શકાય, ઇદડા એકદમ નરમ હોય છે, મો માં મુક્તા જ ગાયબ થઇ જાય.

સુરતી ઇદડા (Surti Idada Recipe In Gujarati)

#EB
ઇદડા ને આમ તો ઇડલી નું ગુજરાતી વર્ઝન કહી શકાય, ઇદડા એકદમ નરમ હોય છે, મો માં મુક્તા જ ગાયબ થઇ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૨-૧૩ કલાક
૩ વ્યકિ્ત
  1. ૩ વાટકીચોખા
  2. ૧ વાટકીઅડદ દાળ
  3. મીઠું જરુર મુજબ
  4. ઇનો પેકેટ
  5. ૧/૨ ચમચીઅધકચરા વાટેલા મરી
  6. ૧-૨ ચમચી તેલ
  7. ૧/૪ ચમચીરાઇ
  8. ૧/૮ ચમચી હીંગ
  9. સમારેલી કોથમીર
  10. પીરસવા માટે કોથમીર ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૨-૧૩ કલાક
  1. 1

    દાળ ‌ને ચોખા ને ૨-૩ વખત પાણી થી ધોઇ ૪-૫ કલાક પલળવા દો, પછી પાણી ઉમેરી લીસું ખીરું તૈયાર કરો.(ઇડલી નું ખીરું દરદરુ હોય છે, ઇદડા નું સ્મુધ)પછી ૭-૮ કલાક આથો લાવવા માટે મુકો.

  2. 2

    ખીરું મા જરુર મુજબ પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરો, સ્વાદ મુજબ મીઠું ઉમેરો, એક ડીશ જેટલું ખીરું અલગ કરી, ૧/૪ ચમચી ઇનો ઉમેરી બરાબર હલાવી તેલ લગાવેલી ડીશ મા પાથરી,ઉપર મરી ભભરાવી ૧૫-૨૦ મિનિટ વરાળથી બાફી લો.

  3. 3

    ૧૫-૧૭ મિનિટ મા પોચા નરમ ઇદડા તૈયાર હશે, બહાર કાઢી ઠંડા થવા દો, ઠંડી થાય એટલે કાપા પાડી લો, ઉપર થી રાઇ, હીંગ, લીમડા નો વઘાર રેડો.

  4. 4

    ઇદડા ને કોથમીર ની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

Similar Recipes