શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આપણે આ નામ ઘણીવાર હોટલના મેનુમાં અથવા તો લગ્ન પ્રસંગમાં કોઈના ને કોઈના મોઢેથી શાભળ્યું હશે. જયારે આપણી કુકપેડમાં ઈબુકનું 11 નું વીક ચલતું હતું અને એમાં આ ઓપ્શન હતું અને ત્યારેજ મારા પહસબન્ડનો જન્મ દિવસ હતો અને એમની મન પસંદ સબજી હતી એટલે મેં આ ઓપ્શન પસંદ કર્યું છે. તો ચાલો બનાવીએ શાહી પનીર.
#EB
#Week 11
#shahi paneer

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આપણે આ નામ ઘણીવાર હોટલના મેનુમાં અથવા તો લગ્ન પ્રસંગમાં કોઈના ને કોઈના મોઢેથી શાભળ્યું હશે. જયારે આપણી કુકપેડમાં ઈબુકનું 11 નું વીક ચલતું હતું અને એમાં આ ઓપ્શન હતું અને ત્યારેજ મારા પહસબન્ડનો જન્મ દિવસ હતો અને એમની મન પસંદ સબજી હતી એટલે મેં આ ઓપ્શન પસંદ કર્યું છે. તો ચાલો બનાવીએ શાહી પનીર.
#EB
#Week 11
#shahi paneer

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનીટ
5-7 વ્યક્તિ માટે
  1. 300 ગ્રામપનીર
  2. 200 ગ્રામટામેટાં મોટા સમારેેલા
  3. 200 ગ્રામકાંદા મોટા સમારેેલા
  4. 10-15કાજુના ટુકડા
  5. 2 ચમચીમગજતરી ના બી
  6. 2 ચમચીખસખસ
  7. 2-4 નગતજ, મરી,લવીંગ તેજ પતા
  8. 2બદીયાન ફુલ
  9. 2નાની ઇલાયચી
  10. 2 ચમચીહળદર પાઉડર
  11. 2 ચમચીલાલ મરચું પાઉડર
  12. 2 ચમચીધાણાજીરું પાઉડર
  13. 2 ચમચીકાશમરી લાલ મરચું પાઉડર
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 2 ચમચીકિચન કિંગ મસલો
  16. કસુરી મેથી જરૂર મુજબ
  17. 2 ચમચીતાજી મલાઈ
  18. તેલ જરૂર મુજબ
  19. પાણી જરૂર મુજબ
  20. 2-3 ચમચીઆદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30-35 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં 2ચમચી તેલ ગરમ કરી એમાં ઉપર જણાવ્યા મુજબ બધા ખડા મસાલા અને કાજુ ખસખસ અને મગજત્રીનાબી ઉમેરી સાતળવું. ઉમેરી 2 મિનિટ સાતળવું. ત્યારબાદ એમાં સમાંરેલા કાંદા ઉમેરી ગુલાબી રંગના થાય ત્યાં શુધી સાતળવું.ત્યાર બાદ સમરેલા ટામેટાં અને થોડું મીઠું ઉમેરી ટામેટા ચડી જાય ત્યા સુધી સાતળવું.મિશ્રણ ઠડું પડે પછી એને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી કરવી.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં 3-4 ચમચી તેલ ગરમ કરી એમાં ત્યાર કરેલ કાંદા ટામેટાની પેસ્ટ ઉમેરી તેલ છુંટુ પડે ત્યાં સુધી સાતળવું. ત્યારબાદ ઉપર જણાવ્યા મુજ્બના મસાલા (કસૂરી મેથી) સીવાયના મસાલા ઉમેરી 2-૩ મિનીટ સાતળવું. ત્યારબાદ એમાં કસૂરી મેથી અને સેલો ફ્રાય કરેલા પનીરના ટુકડા ઉમેરી 2 -૩ મિનિટ સાતળવું.

  3. 3

    ત્યાર છે આપણું શાહી પનીર જે તમે ગરમ ગરમ સર્વ કરી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes