વેજીટેબલ ચોપ્સે (Vegetable Chopsuey Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 5 નંગમશરૂમ / બ્રોકલી
  2. 3 ચમચીતલનું તેલ
  3. 4 ચમચીબ્લેક પેપર સોસ
  4. 2 ચમચીસોયા સોસ
  5. 2 ચમચીસફેદ મરી પાઉડર
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1આદુ
  8. 2 નંગડુંગળી
  9. 1 કપરેડ બેલ પેપર
  10. 1 કપગાજર
  11. 1 કપલીલી ડુંગળી
  12. 1 કપકોબીજ
  13. 6 નંગવટાણા (દાણા સાથે છોલ્યા વગર)
  14. 2 કપવેજીટેબલ સ્ટોક
  15. ગાર્નિશ માટે :
  16. લીલી ડુંગળી નો લીલો પાર્ટ
  17. સર્વ કરવા માટે :
  18. 1 કપરાઈસ (બોઈલ કરેલા)
  19. 200 ગ્રામનુડલ્સ (બોઈલ કરેલા)
  20. બ્લેક પેપર સોસ બનાવવા માટે :
  21. 3 ચમચીકાળા મરી
  22. 1નાની ડુંગળી
  23. 1 ચમચીલસણની પેસ્ટ
  24. મીઠું સ્વાદ અનુસાર
  25. 1 ચમચીબટર
  26. 1 ચમચીટોમેટો પેસ્ટ (optinal)
  27. 1/2 કપવેજીટેબલ સ્ટોક

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે બ્લેક પેપર સોસ બનાવી લઈએ. પેનમાં બટર મૂકી તેમાં લસણ, ડુંગળી અને મરી નાંખી થોડીવાર શેકવા. ત્યારબાદ તેમાં મીઠું અને વેજીટેબલ સ્ટોક નાખવો. પાંચ-સાત મિનિટ કુક થવા દો. ઠંડુ થાય એટલે મીક્ષી જાર માં તેને ક્રશ કરી લો.એની પેસ્ટ બનાવી લો. આ સોસ એડ કરવાથી ડીશ નો ટેસ્ટ બહુ જ સારો આવશે.

  2. 2

    હવે ગાજર, કોબીજ, કેપ્સીકમ, લીલી ડુંગળી અને આદુ ને લાંબી સ્લાઈસ માં કટ કરી લો. લસણની પેસ્ટ બનાવી લો. વટાણા ને દાણા સાથે બે ટુકડામાં કટ કરી લો.

  3. 3

    મશરૂમ ને લાંબી સ્લાઈસ માં કટ કરીને તેમાં બ્લેક પેપર સોસ અને વેજીટેબલ સ્ટોક એડ કરીને મેરીનેટ કરી લો. થોડીવાર રહેવા દો.

  4. 4

    એક બાઉલમાં બ્લેક પેપર સોસ, 1 ચમચી જેટલું તલનું તેલ અને 2 ચમચી સોયાસોસ એડ કરીને મિશ્રણ બનાવી લો. એક્ સાઇડ મૂકી દો.

  5. 5

    પેનમાં તલનું તેલ લો. તેને ગરમ કરો તેમાં બધા વેજિટેબલ્સ એડ કરીને બે-ત્રણ મિનિટ માટે કુક કરી લો. પછી એ જ પેનમાં વચ્ચે મેરીનેટ કરેલા મશરૂમ એડ કરો. તેને બે ત્રણ મિનિટ માટે કુક થવા દો.

  6. 6

    મશરૂમ થઈ જાય પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરો પછી તેમાં અડધો કપ જેટલો વેજીટેબલ સ્ટોક, સફેદ મરી પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરો. પછી તેમાં બે ચમચી જેટલો બ્લેક પેપર સોસ એડ કરો. બધું બરાબર હલાવી લો. 2 - 3 મિનિટ થવા દો રેડી છે વેજીટેબલ ચોપ્સે.

  7. 7

    વેજીટેબલ ચોપ્સે ને રાઈસ અથવા નુડલ્સ સાથે સર્વ કરો.

  8. 8

    વેજીટેબલ ચોપ્સે ને લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરો. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes