વેજ.બર્મીસ ખાઉસ્વે સુપ (Veg. Burmese Khowsuey soup recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week14
#coconutmilk
આ એક બર્મીસ વાનગી છે. આ ડીશ સવારના નાસ્તામાં તેમજ બપોરે અને સાંજે જમવામાં સુપ તરીકે પણ આપી શકાય. બર્મીસ ખાવસુએ માં નુડલ્સ, વેજીટેબલ્સ અને કોકોનટ મિલ્ક મેઇન ઇંગ્રીડીયન્સ છે. આ ડીશ ખુબ જ ટેસ્ટી બને છે તો એક વખત આ ડીફરન્ટ ડીશ જરૂરથી ટ્રાય કરજો.

વેજ.બર્મીસ ખાઉસ્વે સુપ (Veg. Burmese Khowsuey soup recipe in Gujarati)

#GA4
#Week14
#coconutmilk
આ એક બર્મીસ વાનગી છે. આ ડીશ સવારના નાસ્તામાં તેમજ બપોરે અને સાંજે જમવામાં સુપ તરીકે પણ આપી શકાય. બર્મીસ ખાવસુએ માં નુડલ્સ, વેજીટેબલ્સ અને કોકોનટ મિલ્ક મેઇન ઇંગ્રીડીયન્સ છે. આ ડીશ ખુબ જ ટેસ્ટી બને છે તો એક વખત આ ડીફરન્ટ ડીશ જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1 કપબાફેલા નુડલ્સ
  2. 8 નંગલસણની કળી
  3. 3મીડીયમ ડુંગળી
  4. 2 નંગલીલા મરચા
  5. ટુકડોઆદુનો નાનો
  6. 3 tbspતેલ
  7. 3 નંગસુકા લાલ મરચા
  8. 2 નંગતમાલપત્ર
  9. લીલો લીમડો
  10. 1 કપવેજ. સ્ટોક
  11. 1 tspહળદર
  12. 1 tbspધાણાજીરૂ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1 tbspખાંડ
  15. 1 કપ અધકચરા કુક કરેલા મિક્સ વેજીટેબલ:
  16. ફણસી
  17. ફલાવર
  18. વટાણા
  19. ગાજર
  20. 3 કપકોકોનટ મિલ્ક
  21. 1 tbspસોયા સોસ
  22. 2 tbspચણાનો લોટ
  23. ગાર્નીશિંગ માટે:
  24. તળેલા શીંગદાણા
  25. તળેલી ડુંગળી
  26. તળેલું લસણ
  27. કોથમીર
  28. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લસણ, ડુંગળી, લીલા મરચા અને આદુ ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેની પેસ્ટ બનાવવાની છે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને લીલો લીમડો સોતળવાનો છે. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવાની છે અને બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  3. 3

    ત્યારબાદ તેમાં વેજ. સ્ટોક ઉમેરવાનો છે. હળદર, ધાણાજીરુ અને મીઠું ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે.

  4. 4

    હવે તેમાં અધકચરા કુક કરેલા મિક્સ વેજીટેબલ અને ખાંડ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દેવાના છે.

  5. 5

    ત્યારબાદ તેમાં કોકોનટ મિલ્ક અને સોયા સોસ ઉમેરી તેને ત્રણ મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  6. 6

    ચણાના લોટમાં પાણી ઉમેરી તેની સ્લરી બનાવી તેને પણ તેમાં ઉમેરવાની છે. બરાબર રીતે મિક્સ કરી ફરી પાંચ મિનિટ માટે કુક થવા દેવાનું છે અને પછી ગેસ ઓફ કરી સાઈડ પર રાખી દેવાનું છે.

  7. 7

    એક બાઉલમાં બાફેલા નૂડલ્સ લઈ તેના પર આ તૈયાર કરેલો સુપ ઉમેરવાનો છે. તેના પર તળેલા શીંગદાણા, તળેલી ડુંગળી, તળેલું લસણ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરવાના છે.

  8. 8

    તો અહીંયા વેજ. બર્મીસ ખાવસુએ સુપ સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes