મીન્ટ સત્તૂ લેમોનેડ (Mint Sattu Lemonade Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#EB
#Week11

મોસમ ના હિસાબે આપણે સ્ટેપલ ફૂડ નો ઉપયોગ કરવો જોઈએ...
ગરમીઓની ઋતુમાં આપણ ને સૌથી પહેલાં કોલ્ડ ડ્રિંકસ યાદ આવે...
જો આપણે લાઈફ ને રીવાઇન્ડ કરીએ તો પહેલાં, કોલ્ડ ડ્રિંકસ હતા પણ તે એટલા ચલણ માં નહતાં... ત્યારે નેચરલ ડ્રિંકસ નો ઉપયોગ કરવામાં આવતો હતો..

જેમ કે સત્તુ શરબત,છાશ, લસ્સી, લીંબુનો રસ, કેરી નો બાફલો ઇત્યાદી ... પ્રાચીન સમયથી સત્તૂ નો ઉપયોગ કરવામાં આવે છે...

સત્તૂ નું સેવન ઉત્તર ભારતમાં વધારે જોવા મળે છે.સત્તૂ અલગ-અલગ પ્રકારના હોય છે જેમ કે ચણા સત્તૂ,મકાઇ સત્તૂ,જવ સત્તૂ...
અનાજ ને રોસ્ટ કરી ને તેને પીસી ને જે પાઉડર બનાવવામાં આવે છે તેને સત્તૂ કહેવામાં આવે છે...તે પચવામાં હલકું અને શીતળતા પ્રદાન કરે છે.
- સત્તૂ માં પ્રૌટીન અને કેલ્શિયમ નું પ્રમાણ સૌથી વધારે હોય છે.
- સત્તૂ ખાવા થી કે પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી
- વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
- શરીર ની થકાન દૂર કરીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે... વગેરે
બિહાર ના પ્રસિદ્ધ એવા લિટ્ટી - ચોખા બનાવવામાં સત્તૂ નો ઉપયોગ થાય છે..બિહાર પોતાના ખાનપાનની વિવિધતા માટે પ્રસિદ્ધ છે. શાકાહારી તથા માંસાહારી બનેં વ્યંજન ખવાય છે. ખાજા, મોતીચૂરના લાડુ, સત્તૂ, લિટ્ટી-ચોખા અહીંના સ્થાનીક વ્યંજનોમાં આવે છે.
સત્તૂ માં થી અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવવા માં આવે છે.જેમ કે સત્તૂ પરાઠા,સત્તૂ શરબત, રોટી,સત્તૂ લડ્ડૂ ઇત્યાદી..

સત્તૂ શરબત, નમકીન અને સ્વીટ બંને રીતે બનાવી શકાય છે... મેં અહીં મીન્ટ ફ્લેવર ઉમેરી મીન્ટ સત્તૂ સ્વીટ લેમોનેડ બનાવ્યો છે...જે સ્વાદ માં સ્વીટ અને ટેંગી છે...તો ચાલો રીત જોઇશું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ કપમીન્ટ (ફુદીના)
  2. ૨ ટેબલસ્પૂનસત્તૂ પાઉડર (રોસ્ટેડ ચણા નો પાઉડર)
  3. મિડિયમ સાઇઝ લીંબુનો રસ
  4. ૧ ટેબલસ્પૂનજીરુ પાઉડર
  5. ચપટીમીઠું
  6. ૧/૨ ટેબલસ્પૂનસંચળ પાઉડર
  7. જરૂર મુજબ હની/ખાંડ/ગોળ
  8. આઇસ ક્યૂબ જરૂર પ્રમાણે
  9. ચાટ મસાલો સ્પ્રીંકલ માટે ઉપર થી
  10. મીન્ટ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર જાર માં લીંબુનો રસ, ફુદીના, જીરું પાઉડર, સંચળ, ચપટી મીઠું, સત્તૂ પાઉડર,આઈસ ક્યૂબ,જરૂર મુજબ મધ ઉમેરી ગ્રાઈન્ડ કરી લો.તે મિશ્રણ ને ગરણી માં લઇ ને સીવ કરી લેવું.

  2. 2

    હવે મિશ્રણ ને સર્વિગ ગ્લાસ માં લઇ ને ઉપર થી ઠંડુ પાણી,આઇસ ક્યૂબ, ફૂદીનો, ચપટી ચાટ મસાલો ઉમેરીને સર્વ કરો.

  3. 3

    તો તૈયાર છે ઠંડા ઠંડા કૂલ કૂલ મીન્ટ સત્તૂ લેમોનેડ.....🍸🍹🍸

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes