કોફી માર્બલ કેક (Coffee Marble Cake Recipe In Gujarati)

Suhani Nagelkar
Suhani Nagelkar @cook_29465391
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1hr 30 minit
4 થી 5 લોકો
  1. 2+1/2 ચમચી ‌ઇન્સ્ટન્ટ કૉફી પાઉડર
  2. 1 ચમચીગરમ પાણી
  3. કેક ટીન 6 ઇંચ નું
  4. તેલ
  5. મેંદો
  6. ~કેક નું બેટર બનાવવા માટે
  7. 1/2 કપ દળેલી ખાંડ
  8. 1/4 કપરિફાઈન્ડ તેલ
  9. 1 કપમેંદો
  10. 1+ 1/4 ચમચી બેકિંગ પાઉડર
  11. 1/2 કપદૂધ
  12. 1/2 TSPવેનીલા એસેન્સ
  13. ટૂથ પીક

રાંધવાની સૂચનાઓ

1hr 30 minit
  1. 1

    સૌ પ્રથમ એક વાટકી માં કૉફી પાઉડર અને અને પાણી નાખી ને બરાબર કૉફી ને dissolve કરવી.

  2. 2

    ત્યાર બાદ કેક ટીન માં તેલ નાખી ને ગ્રીસ કરી લેવું. ત્યાર બાદ તેમાં મેંદો નાખી ને સ્પ્રેડ કરી લેવું.

  3. 3

    ત્યાર બાદ એક વાસણ મા દળેલી ખાંડ, તેલ નાખીને બરા બર રીતે મિક્સ કરવું

  4. 4

    ત્યાર બાદ તેમાં મેંદો, બેકિંગ પાઉડર બંને ને બરા બર રીતે ચાળી લેવું અને ઉમેરવું.

  5. 5

    ત્યાર બાદ તેમાં થોડું થોડું કરી ને દૂધ ઉમેરવું અને સમૂથ બેટર બનાવવું.

  6. 6

    ત્યાર બાદ તેમાં વેનીલા એસેન્સ ઉમેરવું અને બરાબર રીતે મિક્સ કરવું.

  7. 7

    હવે બનાવેલા બેટ્ટર ના 2 સરખા અડધા અડધા ભાગ કરી લઈશું.

  8. 8

    હવે એક ભાગ માં કૉફી ને ડિસોલ્વ કરી હતી એ ઉમેરી ને બરા બર રીતે મિક્સ કરીશું

  9. 9

    ત્યાર બાદ એક પેન ને પ્રી હિટ કરવા મૂકવું અને સ્ટેન્ડ મૂકવું.

  10. 10

    હવે એક જેવી 2 ચમચી લઈ ને પેલા કેક ટીન માં વ્હાઇટ કલર નું બેટર કેક ટીન ની વચ્ચે 2 ચમચી નાખવું.

  11. 11

    ત્યાર બાદ તેની ઉપર કૉફી વાળું બેટર 2- 2 ચમચી ઉમેરવું. અને ટેપ કરવું.

  12. 12

    હવે પેલા વ્હાઇટ બેટર અને પછી કૉફી બેટર એમ વારા ફરથી બેટર ઉમેરવું. બેટર‌ ને હંમેશા center ma j નાખવું. અને ટેપ કરતા રેહવું.

  13. 13

    બંને બેટર ને બરા ફરથી નાખ્યા પછી ટૂથ પિક ની મદદ થી બેટર ની અંદર નાખી ને સામ સામે લાઈન બનાવવી. દર વખતે ટુથ પિક ને clean કરી લેવી.

  14. 14

    હવે કેક ટીન ને પ્રિ હિટ કરેલા પેન મા ઢાંકીને 25 મિનિટ માટે સ્લો flem પર બેક થવા દેવી.

  15. 15

    25 મિનિટ પછી કેક ની અંદર ટૂથ પિક કે નાઇફ નાખી ને ચેક કરી લેવું.

  16. 16

    હવે કેક ને 1 કલાક સુધી ઠંડી થવા દો જેથી કેક easily ઉન્મોલ્ડ થઈ જાય.

  17. 17

    તૈયાર છે કૉફી મારબલ કેક

  18. 18

    ત્યાર બાદ તેને ફ્રીઝ માં થોડી મૂકવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Nagelkar
Suhani Nagelkar @cook_29465391
પર
i love cooking 😍foodie 🍕🍟🤞🍿
વધુ વાંચો

Similar Recipes