રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#EB
#week11
#RC4
#week4
લીલો
રાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો ‌ મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું ‌બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામલીલાં મરચાં
  2. 2 ચમચીરાઈ નાં કુરીયા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 2લીંબુ નો રસ
  5. 2 ચમચીસીંગતેલ
  6. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા નાં ડીટા કાઢી ને ગોળ ટુકડા માં સમારી લો..

  2. 2

    હવે તેમાં રાઈ નાં કુરીયા, મીઠું સ્વાદ અનુસાર નાખો અને હળદર, લીંબુ નો રસ ઉમેરી ને બરાબર મિક્સ કરો અને તેમાં તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો..

  3. 3

    તૈયાર મરચા બોટલ કે એરટાઈટ કન્ટેનર માં ભરી ને એક દિવસ માટે બહાર રાખી ફ્રીજ માં મુકી..ને સાચવી રાખો.. ખૂબ જ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes