બ્લેક ફોરેસ્ટ કેક 😄

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#CDY
Children's Day Special
આ કેક તો બધા ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ને મારી ઘર ની બનાવેલી આ કેક ખુબ જ ભાવે છે. નાના હતા ત્યાર થી એમના માટે હું જુદી જુદી કેક ઘરે બનાવી આપું છું અને આજે Children 's Day ના દિવસે મેં આ કેક બનાવી એ લોકોં ને સરપ્રાઇસ આપી હતી. તે લોકોં ખુબ જ ખુશ થઇ ગયા તો ચાલો હું એ રેસીપી શેર કરું .

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 1 કપ- દરેલી ખાંડ
  2. 1/2 કપ- તેલ
  3. 1 કપ- દૂધ
  4. 5-6ટીપા - વેનીલા એસેન્સ
  5. 2 કપ- મેંદો
  6. 1 કપ- કોકો પાવડર
  7. 2 ટી સ્પૂન- બેકિંગ પાવડર
  8. 1/4 ટી સ્પૂન- ખાવા નો સોડા
  9. 1 ચમચી- લીંબુ નો રસ
  10. 3 ચમચી- ખાંડ
  11. ખાંડ ડૂબે તેટલું પાણી
  12. 10-15 નંગ- ચેરી
  13. 200gm - વ્હિપ ક્રીમ
  14. 1/2બાઉલ - ડાર્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા એક મોટા વાસણ માં દરેલી ખાંડ, તેલ અને દૂધ નાંખી વ્હિસ્કર થી હલાવી વેનીલા એસેન્સ નાંખી તેની ઉપર ચારણી મૂકી મેંદો, કોકો પાવડર, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાંખી ચાળી હલાવી દો.

  2. 2
  3. 3

    કેક નું બેટર રેડી થઇ જશે.પછી તેમાં લીંબુ નો રસ નાંખી હલાવી દો. હવે કેક બનાવા ના ટીન માં બટર પેપર મૂકી બેટર પાથરી થપ થપાવી દો. જેથી એર ના રહે.હવે એક તાવડી માં સ્ટેન્ડ મૂકી ઢાંકણ ઢાંકી 10 મિનિટ ગેસ ચાલુ કરી પ્રિ હિટ કરી દો.

  4. 4

    પછી તાવડી માં કેક ગોઠવી ઢાંકણ ઢાંકી મીડીયમ ગેસ રાખી 30 મિનિટ રાખી દો.30 મિનિટ પછી ટૂથપીક થી ચેક કરી દો. ટૂથપિક ચોખ્ખી બહાર નીકળે તો ગેસ બંધ કરી ઢાંકણ ખોલી દો.

  5. 5

    હવે કેક ઉપર કટકો ઢાંકી 2 કલાક રહેવા દો. પછી આ બાજુ ચેરી સિરપ બનાવી દો. તે માટે એક વાસણ માં 3 ચમચી ખાંડ લઇ થોડું પાણી રેડી સમારેલી ચેરી નાંખી 3-5 મિનિટ ઉકળે પછી ગેસ બંધ કરી ગાળી દો.

  6. 6

    2 કલાક પછી કેક માંથી 3 ભાગ કરી દો. વ્હિપ ક્રીમ પણ લો. હવે કેક નો એક ભાગ મૂકી ચેરી સિરપ લગાવી સમારેલી ચેરી મૂકી વ્હિપ ક્રીમ લગાવી બીજો કેક નો ભાગ મૂકી સિરપ, ચેરી, વ્હિપ ક્રીમ મૂકી ત્રીજો ભાગ મૂકી સિરપ અને ચેરી મૂકી દો.હવે વ્હિપ ક્રીમ થી બધી બાજુ કવર કરી દો.

  7. 7

    હવે વ્હિપ ક્રીમ વાળા મિશ્રણ ને કોર્ન માં ભરી નોઝલ લગાડી ડિઝાઇન આપી દો.પછી વચ્ચે ના ભાગ માં સમારેલી ડાર્ક ચોકલૅટ નાંખી દો અને જ્યાં નોઝલ થી ડિઝાઇન આપી છે ત્યાં ચેરી ગોઠવી દો અને કેક ની આજુ બાજુ પણ થોડો કેક નો ભુકો ચોંટાડી દો.

  8. 8

    તો રેડી છે બ્લેક ફોરેસ્ટ કેક..

  9. 9

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes