ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

જન્માષ્ટમી નિમિત્તે રાત્રે કાનુડાને ધરાવવા ટોપરાનાં લાડુ બનાવ્યા.ફૂડ કલરનો ઉપયોગ ન કરતાં બીટ અને પીસ્તાનાં કુદરતી કલરનો ઉપયોગ કર્યો છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૨ વાડકીટોપરાનું છીણ
  2. ૧ વાડકીદૂધ
  3. ૩/૪ વાટકી ખાંડ
  4. ૨ ચમચીપિસ્તાનો પાઉડર
  5. ૧ ચમચો બીટનો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ટોપરાનાં છીણમાં દૂધ અને ખાંડ ભેળવી ૧૦ મિનિટ કઢાઈમાં રેહવા દો.

  2. 2

    હવે મિડિયમ ગેસ પર કઢાઈ મૂકી બધુ બરાબર મિક્સ કરી હલાવો. થોડુ ઘટ્ટ થાય એટલે ૧/૪ ભાગનું મિશ્રણ ડીશમાં કાઢીને ઠંડુ થવા દો.

  3. 3

    હવે બાકીનાં મિશ્રણ માં ૧ ચમચો બીટનો રસ ઉમેરી હલાવો. આથી મિશ્રણનો રંગ ગુલાબી થઈ જશે.

  4. 4

    બધું એકદમ ઘટ્ટ થઈ જાય એટલે થાળીમાં કાઢી ઠંડુ થવા દો.

  5. 5

    ત્યાં સુધી ડીશમાં કાઢેલા મિશ્રણમાં પિસ્તાનો પાઉડર ઉમેરી, મિક્સ કરી નાની ગોળી વાળો.

  6. 6

    હવે ગુલાબી મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેના લીંબૂની સાઈઝનાં ગોળા વાળો.

  7. 7

    હાથ જરાક ઘી વાળો કરી ગુલાબી લુવાને થેપી ચપટુ કરી અંદર લીલી ગોળી મૂકી પાછા લાડુ વાળો અને ટોપરાનાં છીણમાં રગદોળી ડીશમાં ગોઠવો.

  8. 8

    ૧૦-૧૫ મિનિટ ફ્રીઝમાં મૂકો જેથી સેટ થઈ જાય હવે ટોપરાનાં લાડું કાનુડાને ધરાવો અને પ્રશાદ વહેંચો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes