સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ff3
#શ્રાવણ
સાતમ પ્લેટર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 લોકો માટે
  1. 1 કુલેર બનાવવા માટે
  2. 2 ચમચીચોખા નો લોટ
  3. 2 ચમચીઘી
  4. 2 ચમચીગોળ
  5. 2 થેપલા બનાવવા માટે
  6. 2 ચમચા ઘઉનાં લોટ
  7. 1/2 ભાગમેથી ની ભાજી ધોઈ સમારેલી,પછી કર્શ કરી
  8. પાલક ની ભાજી સાફ કરી ધોઈ, સમારી લેવી
  9. 1 નાની ચમચીમરચું પાઉડર
  10. 1/4 ચમચીહળદર
  11. 1 નાની ચમચીધાણજીરૂ પાઉડર
  12. 1/4 ચમચીઆદુ નું ખમણ
  13. 1/4 ચમચીલસણ ખાંડેલું
  14. 2 ચમચા તેલ
  15. જરૂર મુજબ પાણી
  16. શેકવા માટે જરૂર મુજબ તેલ
  17. 3 દેશી ચણા નું શાક
  18. 350 ગ્રામદેશી ચણા (આગળની રાતે ગરમ પાણીમાં ચણા પલાળેલા)
  19. વઘાર કરવા માટે જોઈશે
  20. 4 (350 ગ્રામ)ચમચા તેલ
  21. 1/4 ચમચીરાઈ
  22. 1/4 ચમચીજીરૂ
  23. થોડાલીમડાના પાન
  24. સૂકું લાલ મરચું
  25. 1/4 ચમચીહિંગ
  26. 1 નાની ચમચીમરચું પાઉડર
  27. 1/4 ચમચીહળદર પાઉડર
  28. 1 નાની ચમચીધાણા જીરું
  29. સ્વાદ પ્રમાણેમીઠું
  30. 1/4 ચમચીચણા નો લોટ
  31. 4 દૂધી નો હલવો બનાવવાં માટે
  32. 2 નંગમોટી કુલી દૂધી (છાલ કાઢી ને છીણી લેવું)
  33. 1 મોટી ચમચીઘી
  34. 1 કપનાનો દૂધ
  35. 4-5 ચમચીતાજા દૂધ ની મલાઈ
  36. ચપટીખાવાનો કલર - લીલો/ કોઈ પણ (opstional)
  37. 2-3 ચમચીમિલ્ક પાઉડર
  38. 5 સુખડી બનાવવાની રીત
  39. 4 મોટી ચમચીઘી( મે ઘર નું બનાવેલું લીધું છે, આપને જે ઘી જોતું હો
  40. 3ગુંદર નો ભૂકો
  41. બેથી ત્રણ ચમચી વરિયાળીનો ભૂકો
  42. 1 વાટકીગોળ(દેશી)
  43. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  44. 1ઘસરકો જાયફળ
  45. સજાવટ માટે - થોડો ટોપરા નો ભૂકો
  46. 6)ગુલસ્તી બનાવવાં માટે
  47. 1 કપરવો
  48. 2 કપદૂધ (રવા થી ડબલ પ્રમાણમાં દૂધ લેવું)
  49. 1 કપખાંડ (આપના જોઈતા પ્રમાણમાં)
  50. કોઈ પણ ફૂડ કલર (opstional)
  51. મેંદા ની ફરસી
  52. 1 વાટકીમેંદો ચાલેલો)
  53. સ્વાદ પ્રમાણેમીઠું
  54. 2 મોટી ચમચીજીરૂ પાઉડર
  55. સ્વાદ પ્રમાણેહિંગ
  56. મોણ માટે -- 2-3 ચમચી ઘી
  57. જરૂર પાણી
  58. તળવા માટે તેલ
  59. મલ્ટી ગ્રાઈન ગ્રીન પૂરી બનાવવાં માટે
  60. 1 મોટો ચમચોઘઉં નો લોટ
  61. 3 ચમચીજુવાર નો લોટ
  62. 1ઝૂડી પાલક ની ભાજી - સાફ કરી ધોઈ ને સમારેલી
  63. 1ઝૂડી કોથમીર સાફ કરી ધોઈ સમારેલી
  64. સ્વાદ પ્રમાણેમીઠું
  65. સ્વાદ પ્રમાણેઆદુ નું ખમણ
  66. 1 મોટી ચમચીમરચું પાઉડર
  67. 1/4 ચમચીહળદર
  68. 1 ચમચીધાણા જીરું
  69. 2 મોટા ચમચાતેલ
  70. કોથમીર ની ચટણી બનાવવા માટે જોઈશે
  71. 1ઝૂડી કોથમીર ધોઈ સાફ કરી ને સમારી ને લેવી
  72. 2 મોટી ચમચીલીમડા ના પાન સૂકવેલા
  73. 2 મોટી ચમચીશીંગદાણા
  74. સ્વાદ પ્રમાણેમીઠું
  75. 1 ચમચીખાંડ
  76. 1 ઇંચઆદુ નો ટુકડો
  77. અન્ય સામગ્રી માં
  78. છુંદો
  79. મસાલા દહીં
  80. લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ ) કુલેર બનાવવા માટે -- 1 વાટકા માં લોટ લઈ ને તેમાં ઘી અને ગોળ નાખી ને મિક્સ કરી લેવું.
    પછી પાણિયારે સિતલા માતા ને શ્રીફળ વધેરી ને પૂજા કરવા માં આવે છે....
    કે જેથી સિટલા માં આપડા બાળકો, પતિ ની રક્ષા કરે..

  2. 2

    ૨).થેપલા બનાવવા માટે -- એક કથરોટ માં લોટ ને ચાળી ને તેમાં ઉપર આપેલા બધા મસાલા ઉમેરી પ્રથમ બધું બરાબર મિક્સ કરી, પછી તેમાં તેલ અને પાણી ઉમેરી લોટ બાંધી લો... ત્યારબાદ તેને દસ મિનિટ માટે rest આપો.... તેના લૂઆ બનાવી, તવા પર તેમાં ધીમા ગેસ પર મૂકી બદામી રંગના શેકી લેવા......

  3. 3

    ૩) દેશી ચણા નું શાક બનાવવાનો રીત
    ચણા ને રાત્રે ગરમ પાણીમાં ધોઈને પલાળી દેવા.
    પછી તેમાં બેકિંગ સોડા નાખી સાથે 7-8 સિટી કુકરમાં લેવી..
    કુકર ઠરી જાય પછી ચણાને ચારણીમાં કાઢી લેવા..
    વઘાર કરવા માટે એક કડાઈ માં તેલ લઇ, વઘાર કરી ને લસણ ની ચટણી ઉમેરી પછી ચણા ઉમેરી બધા મસાલા ઉમેરી ને મિક્સ કરી લો....

  4. 4

    4) દૂધી નો હલવો -સૌપ્રથમ દુધી ને ધોઈ છાલ ઉતારી લો, તેને ખમણી લો..
    એક કડાઇમાં બે મોટી ચમચી ઘી લઇ દૂધીનું ખમણ તેમાં ઉમેરી દો...
    ગેસ ની ફ્રેમ ધીમે રાખી અને સતત હલાવતા રહેવું.
    તેમાં થોડું દૂધ ઉમેરવું અને બે ચમચી મલાઈ ઉમેરવી.
    સતત પંદરથી વીસ મિનિટ સુધી હલાવતા રહેવું પછી દુધી ચડી જશે.
    એમાં બે ચમચી મિલ્ક પાઉડર ઉમેરવો..
    ત્યારબાદ સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવું..
    પછી પસંદ હોય તો મનપસંદ ખાવાનો કલર પણ ઉમેરી શકાય. થોડીવાર હલાવતા રહેવું.ગેસ બંધ કરી કઢાઇ નીચે ઉતારી અને ઠંડી થવા દેવી. હલવા ને boxમાં લઈ લેવુ

  5. 5

    5) સુખડી બનાવવાની રીત: એક કડાઈમાં ઘી મૂકી, ગરમ થાય પછી તેમાં ઘઉંનો ઝીણો લોટ ચાળીને ઉમેરવો.
    તે બદામી રંગના થાય ત્યાં સુધી તેને શેકવો. શેકતી વખતે ગેસની ફ્રેમ ધીમી રાખવી.
    તે બદામી રંગનું થઈ જાય પછી તેમાં ગોળ ઉમેરવો.
    પછી તેમાં ગુંદર અને વરિયાળીનો ભૂકો, જાયફળ નો પણ ઘસરકો પણ ઉમેરવો.
    પાંચ મિનિટ પછી થોડું ઠંડુ થઈ જાય પછી બધું સરખી રીતે મિક્ષ કરી લેવું.
    ત્યારબાદ તેને ઘી લગાડેલી થાળીમાં પાથરી દેવું.
    પછી ઉપરથી વરિયાળીનો ભૂકો અને ટોપરા નો ભૂકો ઉમેરવો.
    પછી તેને થાળી મા ઢાળી દીધા પછી કાપા પાડવા.

  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
  11. 11
  12. 12
  13. 13
  14. 14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes