ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630

#GCR
'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍

ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)

#GCR
'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 1 કપચોખા નો લોટ
  2. 1 કપનારિયેળ / ટોપરા નું છીણ
  3. 1 કપગોળ
  4. 1 કપદૂધ
  5. 1&1/4 કપ પાણી (લોટ ઉકળવા માટે)
  6. 3 ટે. સ્પૂન ઘી
  7. 2 ટે. સ્પૂન કાજુ
  8. 2 ટે. સ્પૂન બદામ
  9. 2 ટે. સ્પૂન પિસ્તાં
  10. 1 ટી. સ્પૂન ઈલાયચી પાઉડર
  11. 1/2 ટી. સ્પૂન જાયફળ પાઉડર
  12. 8-10કેસર ના તાંતણા
  13. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ નારિયેળ ને છીણી થી છીણી લેવું. (અહીં તમે સૂકું કે લીલું કોઈ પણ નારિયેળ લઇ શકો છો.) પણ ઉકડીચે મોદક માં લીલું નારિયેળ લેવાય છે. તો એને છીણી લેવું. સૂકા મેવા ને જીણો સમારી લેવો. અહીં મેં આ વખતે થોડાં ચેન્જ માટે, સુકામેવાનો પાઉડર કરી ને લીધો છે. તમે ટુકડાં લેજો.

  2. 2

    ગેસ પર કડાઈ માં 1. 5 ચમચી ઘી નાખવું. ઘી પીગળે એટલે એમાં નારિયેળ નું કિસ નાંખી, તેને સૉટે કરવું. હવે તેમાં સમારેલો ગોળ ઉમેરવો. સારી રીતે હલાવી ને મિક્સ થવા દેવું. ગોળ અને નારિયેળ સરસ એકરસ થઇ જાય.

  3. 3
  4. 4

    હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ પાઉડર / સમારેલાં ઉમેરવાં. હલાવીને તેને સરસ મિક્સ કરવું. મિશ્રણ ઘાટ્ટુ થાય, એટલે ગેસ બંધ કરવો. પછી તેમાં જાયફળ અને ઈલાયચી પાઉડર ઉમેરવો, મિક્સ કરવો. અને ઠંડુ થવા દેવું.

  5. 5

    હવે ગેસ પર કડાઈ મૂકી તેમાં ઘી, 1 કપ દૂધ અને સવા કપ પાણી ઉમેરવું. સાથે ચપટી મીઠું એડ કરવું. બંને ને ઉકાળવું. સરસ ઉકળે એટલે તેમાં થોડો - થોડો કરીને લોટ ઉમેરતાં જવું, સાથે મિક્સ કરતાં જવું. બધો લોટ આ રીતે મિક્સ કરવો. ઢાંકીને 5 મિનિટ ધીમા તાપે બાફવાં દેવો. ગેસ બંધ કરીને, 10 મિનિટ ઢાંકીનેજ રાખવો, જેથી સ્ટીમ માં રહે.

  6. 6

    હવે થાળી માં કાઢવું. અને હાથ માં જરીક ઘી લઈને લોટ ને સરસ રીતે મસળવો. જેથી લોટ મુલાયમ થઇ જાય. હવે એક નાની વાટકી માં 8-10 કેસર ના તાંતણા ને થોડાંક પાણી માં પલળવા મૂકવું. જેથી કેસર નો સરસ એવો રંગ પાણી માં મિક્સ થાય.

  7. 7

    હવે ગેસ પર સ્ટીમર માં પાણી નાંખી, પાણી ને ઉકાળવું. એક પ્લેટ કે ચારણી ને તેલ થી સારી રીતે ગ્રીસ કરી લેવું. અથવા તો તમે ચાહો તો, કેળ નું પણ લઈને, તેને ગ્રીસ કરીને, લઇ શકો છો, મોદક મૂકવાં.

  8. 8

    મોદક ના મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરવું. તેમાં મસળેલો થોડોક લોટ મુકવો. લોટ ને આંગળી થી અંદર મોલ્ડ માં દબાવવું. હવે તેમાં તૈયાર કરેલું, થોડું મિશ્રણ (ગોળ, નારિયેળ, સુકામેવા) એડ કરી દબાવવું. અને પછી ઉપરથી થોડો લોટ મૂકી, કવર કરવું. મોલ્ડ ને સાવધાનીથી ખોલવું. અને ગ્રીસ કરેલી ચારણી કે પ્લેટ માં મૂકતું જવું. આ રીતે બધાજ મોદક તૈયાર કરવાં. ઉપરથી કેસર વાળું પાણી આંગળી થી મૂકવું, સાથે કેસર ના તાંતણા પણ મૂકવાં કે ચોટાડવાં.

  9. 9
  10. 10

    હવે મોદક વાળી ચારણી કે પ્લેટ ને ઉકળતા પાણી પર મૂકવી. ઢાંકણ ને કપડાં થી કવર કરવું. જેથી મોદક પર પાણી ના પડે. જેથી તેનો આકાર જળવાઈ રહે. મોદક ને 10-15મિનિટ વરાળે બાફવાં દેવાં. 10-15 મીનીટ પછી બહાર કાઢી લેવાં. ફરી પાછું કેસર વાળું પાણી આંગળી થી સહેજ લગાવવું. અને ઠંડા થવા દેવાં.

  11. 11

    ઠંડા થાય, એટલે ગણપતિ બાપ્પા ને ભોગ ધરવો. બધાંને પ્રસાદ આપવી. તો તૈયાર છે, ગણપતિ ને પ્રિય એવા, અને મહારાષ્ટ્રીયન સ્ટાઇલ માં બનાવેલ.....

    "ઉકડીચે - મોદક" 😍
    ************************

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_28299630
પર
Cooking is my passion ❤️ I love Cooking 💕💕💕
વધુ વાંચો

Similar Recipes