ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
શેર કરો

ઘટકો

1 કલાક
5 થી 6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઘઉં નો જાડો કરકરો લોટ
  2. 4 ચમચીતેલ
  3. 500 ગ્રામછીણેલો ગોળ
  4. 4 મોટા ચમચાઘી
  5. 1 ચમચીખસ ખસ
  6. ચપટીજાયફળ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા એક મોટા કથરોટ માં ઘઉં નો જાડો લોટ લઈ ને તેમાં તેલ નાં 4 ચમચા જેટલું મોણ નાખી ને સરખું મિક્સ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર લાગે એમ થોડું પાણી ઉમેરી ને કઠણ લોટ બાંધી ને તેના મુઠીયા બનાવી લેવા.

  3. 3

    ત્યાર બાદ ગેસ ઉપર એક કડાઈ માં 4 મોટા ચમચા ઘી ગરમ કવા મૂકી ને તેમાં આ મુઠીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.

  4. 4

    હવે આ મુઠીયા ને વચ્ચે થી કાપી ને ઠંડા પડે પછી તેને મિક્સર માં તેનો ભૂકો કરી લેવો.

  5. 5

    ત્યારબાદ આ ભૂકા ને એક મોટા કથરોટ માં કાઢી લેવો. હવે જે ઘી વધ્યું છે તેમાં છીણેલો ગોળ નાખી ને તે ગોળ ને ઓગાળી લેવો..

  6. 6

    હવે આ ગોળ ઘી નાં મિશ્રણ ને પેલા ભૂકા માં નાખી ને સરખું મિક્સ કરી લેવું. અને તેમાં જાયફળ નાખી ને ગોળ લાડુ વાળી લેવા.

  7. 7

    ત્યારબાદ બધા લાડુ થાળી માં ગોઠવાય જાય પછી તેની ઉપર ખસ ખસ લગાવી દેવું. અને આ સ્વાદિષ્ટ લાડુ નો આનંદ માણવો...🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes