બટાકાની ભાખરવડી (Potato Bhakharvadi Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
બે લોકો
  1. 4 નંગબાફેલા બટાકા
  2. 1 વાટકો ઘઉંનો લોટ
  3. 1/2 કપ રવો
  4. 4 ચમચીતેલ
  5. ૨ ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  6. કોથમીર
  7. લાલ મરચું પાઉડર
  8. ધાણાજીરું પાઉડર
  9. ગરમ મસાલો
  10. હળદર
  11. ૨ ચમચીખાંડ
  12. 2 થી 3 ચમચી લીંબુનો રસ
  13. 2 ચમચીનાળિયેરનું ખમણ
  14. 2 ચમચીતલ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાનો છૂંદો કરી તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર, હળદર, ગરમ મસાલો,ખાંડ,લીંબુનો રસ,કોથમીર, કોપરાનું છીણ,તલ, સ્વાદ અનુસાર મીઠું નાખી બધી સામગ્રી ભેગી કરી સરખી રીતે મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી પાણીથી લોટ બાંધી લો.

  3. 3

    ત્યારબાદ લોટમાંથી લૂઓ લઈ પાતળી રોટલી વણી લો.હવે તેમાં બટાકાનો પુરણ પાથરી દો.

  4. 4

    ત્યારબાદ તેનો હળવે હાથે રોલ વાળી લો અને તેને વચ્ચેથી કાપી ભાખરવડી નો શેપ આપી દો.

  5. 5

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઇ જાય એટલે ધીમા તાપે બધી ભાખરવડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  6. 6

    ત્યારબાદ ભાખરવડી ને સર્વિંગ પ્લેટમાં કાઢી ટામેટા કેચપ કે ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

Similar Recipes