પનીર પસંદા

#TT2
#cookpadindia
#cookpadgujarati
દરરોજ મસ્ત વાનગીઓ ઘરમાં બનતી હોય છે. પરંતુ જો વાનગી માં ચોક્કસ સ્વાદ ના હોય તો ભોજન ની મઝા બગાડી જાય બરાબર ને મિત્રો. આજે આપણે જોઈશું પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વોથી ભરપૂર પનીરની સ્વાદિષ્ટ વાનગી પનીર પસંદા. તો આવો જોઇએ સહેલાઈથી બનતા રેસ્ટોરન્ટ જેવા પનીર પસંદા ઘરે કેવી રીતે બનાવી શકાય તે...
પનીર પસંદા
#TT2
#cookpadindia
#cookpadgujarati
દરરોજ મસ્ત વાનગીઓ ઘરમાં બનતી હોય છે. પરંતુ જો વાનગી માં ચોક્કસ સ્વાદ ના હોય તો ભોજન ની મઝા બગાડી જાય બરાબર ને મિત્રો. આજે આપણે જોઈશું પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વોથી ભરપૂર પનીરની સ્વાદિષ્ટ વાનગી પનીર પસંદા. તો આવો જોઇએ સહેલાઈથી બનતા રેસ્ટોરન્ટ જેવા પનીર પસંદા ઘરે કેવી રીતે બનાવી શકાય તે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર પસંદા માટે ની સામગ્રી તૈયાર કરી લો.
▪️ પનીર ના પીસ કરીને વચ્ચે થી સેન્ડવીચ ની જેમ કટ કરી લો.
▪️ ટમેટા, આદુ, મરચા ને સમારી લો પછી ગ્રાઇન્ડ કરી પ્યુરી બનાવી લો.
▪️ કાજુ અને મગજતરી બી ને પલાળી ને પેસ્ટ બનાવી લો.
▪️ કોર્ન ફ્લોર માં મીઠું અને પાણી ઉમેરી સ્લરી તૈયાર કરી લો.
▪️ ડુંગળી ને ઝીણી સમારી લો અને લસણની પેસ્ટ બનાવી લો. - 2
પનીરના સ્ટફિંગ માટે..
એક બાઉલમાં ભુક્કો કરેલ પનીર, ઝીણા સમારેલ કોથમીર - ફુદીનો, કાજુ ભુક્કો, આદું મરચાં પેસ્ટ અને મીઠું મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો. - 3
પનીર ને વચ્ચે થી કટ કરી તેમાં સ્ટફિંગ ભરી હળવા હાથે દબાવી દો. પછી કોર્ન ફ્લોર ની સ્લરી મા ડીપ કરી નોનસ્ટિક પેનમાં સેલો ફ્રાય કરી લો અથવા ડીપ ફ્રાય કરી લો. અહીં મેં સ્ટફ્ડ પનીર ને સેલો ફ્રાય કરેલ છે.
- 4
હવે ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં તેલ અને બટર ગરમ કરી જીરૂ, ઈલાયચી, લવિંગ, તજ નાખો. જીરું તતડે પછી લસણ પેસ્ટ નાંખી સાંતળો ત્યારબાદ ઝીણી સમારેલ ડુંગળી નાખી સાંતળો. ડુંગળી બ્રાઉન કલર ની થાય પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, કિચન કિંગ મસાલો નાખી સારી રીતે મિક્સ કરો.
- 5
પછી તેમાં ટમેટા પ્યુરી ને મીઠું નાખો. મધ્યમ આંચ પર પાકવા દો જેથી તેલ છૂટું પડી જાય.પછી તેમાં કાજુ વાળી પેસ્ટ નાખી સાંતળો અને જરુરિયાત મુજબ હુંફાળું પાણી નાખી ઢાંકીને ચડવા દો. ત્યારબાદ ફ્રેશ ક્રીમ અને કસુરી મેથી નાંખી ચમચાથી હલાવો.
- 6
ગ્રેવી સરસ તૈયાર જાય પછી સ્ટફ્ડ પનીર નાખી હળવા હાથે મિક્સ કરી ઢાંકીને ધીમી આંચે બે મિનીટ કુક થવા દો. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ પનીર પસંદા.
- 7
પનીર પસંદા ને કોથમીર થી સજાવી નાન કે પરોઠા અને જીરા રાઈસ સાથે ગરમાગરમ પીરસો.
Similar Recipes
-
પનીર અંગારા
#EB#Week14#cookpadindia#cookpadgujarati#paneerangaraદૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ranjan Kacha -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દરેક પ્રદેશની રાંધવાની પોતાની આગવી શૈલી હોય છે. બરાબર ને મિત્રો..સ્વાદ અને સુગંધમાં સરસ એવી પોષક તત્વોથી ભરપૂર ગુજરાતી દાળ ની લિજ્જત કંઈ ઓર જ હોય છે!!! Ranjan Kacha -
વ્હાઈટ બીન્સ વીથ પુલાવ
#RC2#week2એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર કઠોળમાં વિટામિન્સ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે આવા પોષ્ટિક કઠોળ ખાવાથી શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને બ્લડ શુધ્ધ બને છે. માટે કોઇ ન કોઇ કઠોળ રુટીન ભોજન મા ખાવા જોઈએ. Ranjan Kacha -
-
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
#TT2#Paneerpasanda#paneer#sabji#Punjabi#dinner#stuffed#CookpadIndia#COOKPADGUJRATI પનીર પસંદા એક પનીરની એવી સબ્જી છે જેમાં પનીર ના પીસ માં કાપો કરી તેમાં સ્ટફિંગ ભરી ને સેલો ફ્રાય કરવામાં આવે છે. તેની સાથે એક મુલાયમ ગ્રેવી તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ ગ્રેવીને અજમા થી વધારવામાં આવે છે તેની વિશિષ્ટતા છે. આ બે ખાસિયતથી તે અન્ય પનીરની સબ્જી કરતાં અલગ પડે છે. Shweta Shah -
-
પનીર પસંદા (paneer pasanda recipe in gujarati)
#નોથૅ#પંજાબી ફૂડસ્પાઈસી પનીરપંજાબી ફૂડ હોય અને પનીરના હોય એવું તો જવલ્લે જ બને છે. બધા ફૂડમાં પંજાબી ફૂડ. મારો ફેવરિટ ફૂડ આજે હું લઈને આવી છે પનીર પસંદા. પ્રોટીનથી ભરપૂર એનર્જીથી ભરપૂર.... એકદમ સ્વાદ થી ભરપુર Shital Desai -
કઢી-ખીચડી
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiગામડામાં સાંજનું ભોજન કાઠીયાવાડી કઢી સાથે ખીચડી ખાવાની મઝા કાંઇક અલગ જ હોય છે... Ranjan Kacha -
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2Post -1પનીર પસંદાJo Cookpad ko Pasand Wo Hi Dish Banayenge....Tum #TT2 Me PANEER PASANDA Kaho To PANEER PASANDA Banayenge આજે થોડા Twist સાથે પનીર પસંદા બનાવ્યું છે ૧ તો સ્ટફીંગ માં કાજુ તલ અને મગજતરી ના બી નો પણ ઉપયોગ કર્યો છે બીજું ગ્રેવી માટે "ડુંગળીયા" ગ્રેવી નો ઉપયોગ કર્યો છે. Ketki Dave -
પનીર પસંદા(Paneer pasanda recipe in Gujarati)
#MW2આજે મેં પનીર પસંદા બનાવ્યું છે જે મારા દીકરાને ખૂબ પસંદ છે... Kiran Solanki -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralipatticeબટાકા અને મખાના બન્ને ઉપવાસ માં ખાવામાં આવે છે. મખાના એક ઓર્ગેનિક ફૂડ છે તેમાંથી વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિન્ક જેવાં પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થો થી ભરપુર છે. જે શરીરને ઉપવાસ દરમિયાન એનર્જી આપે છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર રહેલા છે. આજના ઉપવાસમાં મેં મખાના અને બટાકાનું કોમ્બિનેશન કરીને ફરાળી પેટીસ બનાવી જે ખૂબ જ ટેસ્ટી બની!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
-
દુધી ઢોકળાં
#EB#week9#Cookpadindia#Cookpadgujaratiગુજરાતી ઢોકળા એ ભારતભરમાં પ્રસિદ્ધ છે. ઢોકળા વરાળે બનતા હોવાથી તેલ ની ઓછી જરૂર પડે છે તો પણ સ્વાદિષ્ટ બને છે. બાળકોને દૂધી ના ભાવે પણ દૂધીના ઢોકળા હોંશે હોંશે ખાય છે. તો ચાલો જોઈએ દૂધીના ઢોકળાની રેસિપી. Ranjan Kacha -
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
વેજ કોલ્હાપુરી
#EB#week8રજાનો દિવસ એટલે ઘરના બધા ની કંઈ ને કંઈ નવું ખાવાની ફરમાઈશ હોય જ ...આજ ની ફરમાઈશ છે વેજ કોલ્હાપુરી... તે મહારાષ્ટ્રના કોલ્હાપુર સીટી ની પ્રખ્યાત વાનગી છે અને ખૂબ જ ટેસ્ટી વાનગી છે. પરાઠા કે નાન સાથે સરસ લાગે છે. અને સ્વાદમાં તો લાજવાબ!!! Ranjan Kacha -
-
ગ્રીલ પનીર પસંદા (Grill Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા સ્ટફ્ડ પનીર કરીને બનાવવામાં આવે છે અને જુદા જુદા સ્ટફિંગ ભરવામાં આવે છે મેં આજે પનીર પસંદા ને ગ્રીલ કરીને બનાવી છે જે એકદમ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7નાસ્તા માટે નો best option સૌની પ્રિય વાનગી પટ્ટી સમોસા. Ranjan Kacha -
અવાકાડો ઉપમા (Avacado Upma Recipe In Gujarati)
#EB#Week11ફેમિલી મેમ્બર્સ બધા foodies છે. કંઈ ને કંઈ નવું ખાવાનું શોખ બધા ને. દરરોજ નવુ શું બનાવવું??? આજે વિચાર આવ્યો કે...ઉચ્ચ કેલરીયુક્ત અવાકાડો ખૂબ જ ન્યુટ્રીશિયન ફળ છે. આવા હેલ્ધી અવાકાડોનું સલાડ બનાવીએ છીએ તેમજ ઉપમા પણ બને જ છે તો...આજે બંનેના કોમ્બિનેશનથી નવી ફ્યુજન ડીશ બનાવી. ખરેખર yummy બની!!!મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 આ મૂળ લખનૌ, ઉત્તરપ્રદેશની વાનગી છે. આ વાનગીમાં પનીરની અંદર stuffing કરી તેને rich અને creamy ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે જે બીજી પંજાબી પનીર સબ્જી કરતા અલગ છે. મે આજે પહેલીવાર તેને બનાવવાનો પ્રયાસ કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
સૂરણ પસંદા
#EB#Week15#cookpadindia#cookpadgujarati#suranpasandaફરાળમાં ખવાતું સૂરણ જમીનની નીચે ઊડતું એક કંદમૂળ છે. જે તમામ કંદમુળોમાં ઉત્તમ છે અને ખૂબ જ પૌષ્ટિક છે. સૂરણ ઘણા રોગોમાં ખુબ જ હીતાવહ છે. મગજને સતેજ કરવા માટે પણ સૂરણને use થાય છે. સૂરણમાં ઝીંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા છે. જેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે. સૂરણ માં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને ફાઇટો ન્યુટ્રિયન્ટસ રહેલા છે. Ranjan Kacha -
પનીર ટિક્કા નાનીઝા
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનપંજાબી ડિશ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે એમ હું કંઇક ને કંઇક નવું નવું બનાવતી j રાહુ તો આજ મે બનાવી છે પનીર ટિક્કા નાનીઝા જેમાં મે પિઝા ના રોટલા ના બદલે કૂલચા બનાવી ને મારી ડિશ ને થોડું ટવીસ્ટ અપિયું છે આશા રાખું તમને બધા ને મારી a dish ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
રવા ઢોસા
#EB#Week13#cookpadindia#cookpadgujaratiઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે નોર્મલી ચોખા અને અડદની દાળ માથી બને છે પરંતુ આજે મે રવા નો use કરી ને instant રવા ઢોસા બનાવાયા. રવા ઢોસા અને બટાકા ના કોમ્બિનેશન થી બનેલ આ perfect combo dish ખુબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા એ પંજાબી સબ્જી છે જેમાં પનીરમાં સ્ટફિંગ ભરીને ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે મેં અહીંયા પનીર પસંદા ની સૌથી સરળ રેસિપી શેર કરી છે sonal hitesh panchal -
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 Post 2 રેસ્ટોરન્ટ સ્ટાઈલ નોર્થ ઈન્ડિયન રેસીપી. આ રેસીપી ની ખાસ વાત એ છે કે, પનીર ના પાતળા ત્રિકોણ સ્લાઈસ કરી, બે સ્લાઈસ ની વચમાં સ્પેશિયલ મસાલો ભરી, પનીર ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે. ગ્રીન, રેડ અથવા યેલ્લો ગ્રેવી સાથે સર્વ કરી શકો.ખૂબ સરળ અને સ્વાદિષ્ટ સબ્જી બને છે Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (15)