પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો માટે
  1. 300 ગ્રામપનીર
  2. 2મોટા ટામેટા
  3. 1મોટી ડુંગળી
  4. 3કળી લસણ
  5. 1લીલું મરચું
  6. 1 ચમચીખસખસ
  7. 1 મોટો ચમચોમગજતરી ના બી
  8. 1+1/2 મોટો ચમચો કાજુના ટુકડા
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1/2 ચમચી હળદર
  11. 1 ચમચીમરચું
  12. 1 ચમચીધાણાજીરું પાઉડર
  13. 1 ચમચીમલાઈ
  14. ૧ કપદૂધ જરૂર મુજબ પાણી
  15. 1 ચમચીપંજાબી મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ટામેટા ડુંગળી લસણ ને સમારીને મિક્સર ના ચાર માં નાખો ત્યારબાદ તેમાં કાજુના ટુકડા મગજતરી ના બી તેમજ ખર્ચ પણ ઉમેરી દો હવે તેમની પેસ્ટ બનાવો

  2. 2

    હવે એક પેનમાં ૨ ચમચા તેલ લો તેને ગરમ કરવા મૂકો તેમાં 1/2 ચમચી હિંગ નાથી ઉપર ની પેસ્ટ ઉમેરી સાંતળો

  3. 3

    ત્યારબાદ તેમાં તેલ ઉપર આવી જાય એટલે હળદર મરચું ધાણાજીરું અને ગરમ મસાલો અને મીઠું એડ કરો અને હલાવી દો હવે તેમાં મલાઈ અને દૂધ એડ કરી ગ્રેવી પાકવા દો

  4. 4

    હવે પનીરના બે બાય બે ઇંચના ટુકડા કરી તેમાં વચ્ચેથી કાપા કરી લો અને તેને સાઈડ પર રાખી દો હવે બીજા એક બાઉલમાં બે ચમચી પનીર નો પાઉડર બનાવી દો તેમાં બે ચમચી કાજુના ઝીણા ટુકડા ઉમેરી દો 1 લીલુ મરચું ઝીણું સમારેલુ નાખો એક ચમચી ધાણા ભાજી જે સમારેલી નાખો એક ચમચી લીલી ચટણી નાખો અને તેમાં મીઠું નાખી બધું જ મિક્સ કરી દો

  5. 5

    હવે આ મિશ્રણને કા પાડેલા પનીરમાં ભરો અને તેને શેલો ફ્રાય કરી લો ત્યારબાદ તેને અગાઉથી કરેલી ગ્રેવી માં એડ કરી અને પાંચ મિનિટ માટે ચઢવા દો તૈયાર છે તમારો એકદમ ટેસ્ટી અને સુંદર દેખાતું પનીર પસંદા તેને સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

Similar Recipes