છુટા મગ અને મગનું પાણી (Chuta Moong / Moong Pani Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

મગમાં બધા પ્રકારનાં પૌષ્ટિક તત્વો હોય છે. માત્ર એક કપ મગનું પાણી તમને કેટલા રોગોથી દૂર રાખશે.

છુટા મગ અને મગનું પાણી (Chuta Moong / Moong Pani Recipe In Gujarati)

મગમાં બધા પ્રકારનાં પૌષ્ટિક તત્વો હોય છે. માત્ર એક કપ મગનું પાણી તમને કેટલા રોગોથી દૂર રાખશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ મગ
  2. ૨ કળી લસણની ઝીણી સમારેલી
  3. ૧/૨પાવરુ તેલ
  4. લીલુ મરચું
  5. ટામેટું
  6. ૧/૨ ચમચીરાઈ જીરું
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ચપટીહિંગ
  11. ૧/૪ ચમચીગોળ
  12. ૧/૨ ચમચીલીંબુનો રસ
  13. ૪-૫ લીમડાના પાન
  14. સૂકું લાલ મરચું વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મગને રાત્રે પલાળી લેવા અને પછી બાફી લેવા. મગ બફાઈ જાય પછી તેમાંથી મગનું પાણી કાઢી લેવું.

  2. 2

    પછી એક પેનમાં તેલ મૂકી રાઈ જીરુ અને લસણ, લીમડો, લાલ મરચું મૂકીને મગ નો વઘાર કરવો. ટમેટાને મરચાને ઝીણા સમારી લેવા. પછી મગ માં બધો મસાલો કરી લેવો. અને પાંચ મિનિટ ધીમા તાપે ઉકળવા દેવા જેથી બધો મસાલો ચડી જાય અને થોડું પાણી હોય તે બળી જાય.

  3. 3

    મગના પાણી માટે સહેજ તેલ મૂકી તેમાં થોડું જીરું નાખી પાણી નો વઘાર કરવો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, ચપટી હિંગ અને ધાણાજીરું ઉમેરી બે મિનિટ સુધી પાણી ઊકળવા દેવું. હવે તૈયાર છે આપણા પોષ્ટિક મગ અને મગનું પાણી. મગને કોથમીરથી ગાર્નિશ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Healthy & tastyHello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes