હલવાસન (Halvasan Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#mr

હલવાસન …

ખંભાતનું હલવાસન ખૂબ પ્રખ્યાત છે.
મને કોઈપણ મિઠાઈ હોય પણ જુની એટલે કે ટ્રેડિશનલ મિઠાઈ મારી ગમવાની શ્રેણીમાં હંમેશા આગળની હરોળમાં આવે.

મને એનો એવો જ સ્વાદ ગમે ….. જેમ કે માના હાથની રસોઈનો સ્વાદ . જેનો સ્વાદ કોઈપણ ઉંમરે યાદ જ હોય.

ખંભાતનું હલવાસનનો એક એવો સ્વાદ જેમાં, ગુંદર ની ચીકાશ, સાથે ઘઉંના લોટની મિઠાશ….મિઠાઈનું કણીદાર ટેક્ષચર
દૂધને ફાડી ને બનતી આ મિઠાઈ જેમાં ખાંડનો એક સ્વાદ અને મિઠાઈને રંગ આપવા એને અલગથી પ્રોસેસ કરીને નાખવામાં આવે છે.

જૂની મિઠાઈમાં એ વખતે ખાંડ કેરેનલાઈઝ કરતાં હતાં .😄
જાવંત્રિ , ઈલાયચી , જાયફળ , કેસર આ બધુ જ હલવાસનને એક સુંગંધ આપે છે.

ખંભાત જાવ ત્યારે ત્યાના દાબડા અને હલવાસન ખાવાનું ભૂલશો નહિ. ખરેખર એક અલગ સ્વાદ માણવા મળશે. મારી બહેન ખંભાત હોવાના કારણે મને તો ઘણીવાર આ સ્વાદ માળવા મળે છે 😜😜

हर फूड कुछ कहता है💕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧૨-૧૩ નંગ
  1. ૧ લિટરદૂધ
  2. ૩૦૦ ગ્રામ ખાંડ (૧ + ૧/૨ કપ) ખાંડ શેકીને બ્રાઉન કરો)
  3. ૨ ટેબલ સ્પુન બાવળીયો ગુંદર (૨ ચમચી ઘી માં શેકી અધકચરો ખાંડો)
  4. ૪ ટેબલ સ્પુન ઘઉંનો જાડો લોટ (ભાખરીનો)
  5. ૧/૪ નાની ચમચીજાવંત્રી પાઉડર
  6. ૧/૪ નાની ચમચીજાયફળ પાઉડર
  7. ૧/૪ નાની ચમચીઈલાયચી પાઉડર
  8. ૧૦-૧૫ કેસર ના તાતણાં (ખાંડવું)
  9. બદામની કતરણ
  10. ૬ ટેબલ સ્પુન ઘી
  11. 3-4 ટેબલ સ્પુન દહીં (દૂધ ફાડવા)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દૂધ તાસળામાં લઈ ગરમ કરો. ૨ ઉભરા આવે ને બરાબર ઉકળે પછી દહીં નાખી દૂધને ફાડવું. જો દૂધ ફાટે નહીં તો વધું દહીં નાખો.
    ફાટેલું દૂધ ઉકળવા દો.

  2. 2

    બીજા નાના તાસળા માં ૨ ટી સ્પુન ઘી મુકી ગુંદર શેકી લો. અધકચરો વાટી લો.
    એકદમ ફુલીને સફેદ થવો જોઈએ. ફાડેલા દૂધમાં નાખી હલાવતા રહો.

  3. 3

    એક જાડા તાસળામાં ૩-૪ ટેબલ સ્પુન ચમચી ઘીમાં ઘઉંનો લોટ શેકી લો. બરાબર બદામી થાય ત્યાં સુધી શેકવો. આ લોટ ને ફાટેલા દૂધમાં નાખી હલાવો.

  4. 4

    50% ખાંડ અલગ તાસળામાં લઇ શેકી લો.બ્રાઉન લીકવીડ થાય પછી દૂધમાં નાખો.ખાંડ શેકતી વખતે પાણી કે દૂધ ન નાખવું.
    બાકીની ખાંડ સીધી જ ફાડેલા દૂધમાં નાખો.
    બાકીની ખાંડ દૂધમાં સીધી નાખો.

  5. 5

    જ્યાં સુધી જાડું ન થાય અને ચમચાને ચોંટે નહિ ત્યાં સુધી ઉકાળો.એકકદમ જાડુ થાય અને તાવેથાને ચોંટે નહિ એટલે ગેસ બંધ કરો.

  6. 6

    જાવંત્રિ, કેસર, ઈલાયચી અને જાયફળ નાખો.ઠરવા દો.

  7. 7

    સહેજ ઠંડું પડતા પેટીસ આકાર આપી બદામની કતરણથી શણગારો.

    નોંધ: જો હલવાસન નરમ ન લાગે તો ફરી તાસળામાં થોડું દૂધ નાખી ગરમ કરી શકાય. જેથી નરમ થઈ જશે.

  8. 8

    હલવાસન તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes