કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#mr
મિલ્ક એક સંપૂર્ણ આહાર છે. મિલ્કમાંથી જાત - જાતની મીઠાઈ આપણે બનાવતા હોય છે. આજે મે મિલ્કમાંથી બનતી રસમલાઈ મીઠાઈ બનાવી છે.

કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)

#mr
મિલ્ક એક સંપૂર્ણ આહાર છે. મિલ્કમાંથી જાત - જાતની મીઠાઈ આપણે બનાવતા હોય છે. આજે મે મિલ્કમાંથી બનતી રસમલાઈ મીઠાઈ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. અંગુર રસગુલ્લા માટેના ઘટકો :-
  2. 500મી.લી. અમૂલ ગાયનું દૂધ
  3. 1સ્પૂન કોર્નફ્લોર
  4. 1લીંબુનો રસ
  5. રસમલાઈ માટેના ઘટકો :-
  6. 500મિલી અમૂલ ગોલ્ડ દૂધ
  7. 1કપ દળેલી સાકર
  8. 1કપ મિલ્ક પાઉડર
  9. 1/3ઇલાયચી પાઉડર
  10. 1/2સ્પૂન કેસર
  11. 4બદામની કતરણ
  12. 4પિસ્તાની કતરણ
  13. 10-12બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા દૂધને ગરમ કરીને લીંબુનો રસ ઉમેરી 2 મિનિટમાં જ દૂધમાંથી પનીર છૂટું પડી જશે. પનીરને કોટન કપડામાં રાખી ચારણીમાં નીતારી લો. પાણી નિતરી જાય એટલે પનીરને થાળીમાં લઈ એક સ્પૂન કોર્નફ્લોર ઉમેરીને હાથની હથેળી વડે 7 થી 8 મિનિટ મસળી લો.

  2. 2

    હવે મિશ્રણમાંથી નાના રસગુલ્લા બનાવી લો. અને ગેસ પર નોનસ્ટિક પેનમાં સાકર ડૂબે એટલું પાણી એડ કરીને ચાસણી બનાવી લો.

  3. 3

    ચાસણી તૈયાર થઈ જાય એટલે રસગુલ્લા ને ચાસણીમાં ઉમેરીને ઢાંકણ ઢાંકી 10 મિનિટ કૂક થવા દો. (વચ્ચે- વચ્ચે 1સ્પૂન જેટલું પાણી ઉમેરતું જવુ. આ પ્રોસેસ કરવાથી રસગુલ્લા સોફ્ટ અને સ્પોનજી બનશે.) એક બાઉલમાં બરફનું પાણી કરીને બધા રસગુલ્લા રાખી દો.

  4. 4

    હવે ગેસ પર કડાઈમાં મિલ્ક ઉમેરીને ગરમ કરીને 2 થી 3 ઉભરા આવી જાય એટલે દળેલી સાકર,મિલ્કપાવડર, એલચીપાવડર, કેસર,એડ કરી લો ફ્લેમ પર 15 થી 20 મિનિટ ઉકળવા દો.અને રૂમટેમ્પરેચર પર મિલ્ક ઠંડુ પળવા દો.

  5. 5

    હવે ઠંડા થયેલા મિલ્કમાં રસગુલ્લાં એડ કરીને બદામ, પિસ્તાની કતરણ થી ગાર્નીસ કરી ને ફ્રીઝમાં 7 થી 8 કલાક રાખીને સર્વ કરો.

  6. 6

    તૈયાર છે આપણી કેસર અંગૂરી રસમલાઈ..
    નોંધ :- હું મારી સ્વીટ રેસિપીમાં ખાંડની બદલે સાકરનો ઉપયોગ કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ (20)

Similar Recipes