ડાલગોના કોફી (Dalgona coffee recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#CD
#mr
#cookpad_guj
#cookpadindia
1લી ઓક્ટોબર એ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ તરીકે 2015 થી ઉજવાય છે. આ દિવસ ઉજવવાનું ખાસ કારણ દુનિયાભર ના લાખો કોફી ઉગાડનાર ખેડૂતો ને તેમની નાણાકીય અસ્થિરતા અને એ માટે ના કારણો થી સજાગ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે નું છે.
કોફી એ કોફી બીન્સ થી બનતું બ્રુઇડ પીણું છે જે ઠંડુ અને ગરમ બન્ને રીતે પીવાય છે. આ તાજગી આપતું પીણું ફક્ત શક્તિ જ નહીં પણ એ સિવાય પણ લાભ કરે છે જેવા કે તે લીવર ના કેન્સર ની શકયતા ઘટાડે છે. અને હૃદય માટે તથા મધુપ્રમેહ માટે સારું છે.
કોફી ની મુખ્ય ચાર જાત પ્રચલિત છે જેમાં અરેબિકા, રોબસ્તા, એક્સસેલસા એ લાઈબેરીકા છે.
આજે આપણે બહુ ચર્ચિત ડાલગોના કોફી બનાવશું જે મૂળ દક્ષિણ કોરિયા થી આવી છે. ડાલગોના નામ એક ખાંડ ના નામ થી પડ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2ચમચા કોફી
  2. 2ચમચા ખાંડ
  3. 2ચમચા ગરમ પાણી
  4. 2ગ્લાસ દૂધ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાસણ માં કોફી, ખાંડ અને ગરમ પાણી નાખી ફેંટવાનું ચાલુ કરો.

  2. 2

    5-10 મિનિટ ફેંટ્યા પછી એકદમ ક્રીમી અને મુલાયમ થઈ જશે.

  3. 3

    પછી ઠંડા દૂધ ને ગ્લાસ માં રેડી ઉપર તૈયાર કરેલી કોફી નાખી આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes