બ્રેડ વેજીટેબલ ઉત્તપમ (Bread Vegetable Uttapam Recipe In Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#LO સવારે અથવા સાંજે ગરમ ગરમ નાસ્તો બનાવો હોય ત્યારે જો વધેલી બ્રેડ હોય તો તેનો ઉપયોગ કરી નેઅને બધા વેજીટેબલ એડ કરીને આ ઉત્તપમ બનાવ્યા છે જે હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. ૨ નંગવધેલી બ્રેડ (મે ધઉં ની બ્રેડ લીધી છે)
  2. ૧ કપદહીં
  3. ૧ કપ રવો
  4. ૨ સ્પૂન ચોખા નો લોટ
  5. જરૂર મુજબ પાણી
  6. ૧ નંગ ટામેટા
  7. ૧ નંગ ગાજર
  8. ૧ નંગ કેપ્સિકમ
  9. ૧ નંગ ડુંગળી
  10. ૧ સ્પૂન મરચું પાઉડર
  11. ૧/૨ સ્પૂન હળદર
  12. ૧/૨ સ્પૂન ધાણાજીરુ
  13. ૧/૪ સ્પૂન હિંગ
  14. સ્વાદ મુજબ મીઠું
  15. તેલ અથવા બટર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રેડના ટુકડા કરી લેવા પછી મિક્સર જારમાં નાખી ને તેમાં આદું-મરચાં દહીં અને રવો એડ કરવો.

  2. 2

    હવે મિશ્રણમાં જરૂર મુજબ પાણી એડ કરી અને તેને ફેરવી ઉત્તપમ જેવી પેસ્ટ તૈયાર કરો છેલ્લે તેમાં બે ચમચી ચોખાનો લોટ એડ કરી મિશ્રણને હલાવો મિશ્રણ બહુ જાડું અને પતલુ પણ નહીં એવું રાખવાનું છે

  3. 3

    પછી બધા જ વેજીટેબલ ને ઝીણા કટ કરીને તે મિશ્રણમાં એડ કરી મિક્સ કરો ત્યારબાદ તેમાં હળદર મરચું હિંગ ધાણાજીરુ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી મિક્સ કરવું
    આ મિશ્રણમાં ચોખા નો લોટ ઉપયોગ કરવાથી ક્રિસ્પી બને છે

  4. 4

    પછી મિશ્રણને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દો હવે નોનસ્ટિક લોઢી ને ગરમ કરવા મૂકો ગરમ થાય પછી તેના પર નાના નાના ઉત્તપમ બનાવો. પછી તેના પર બટર અથવા તેલ નો ઉપયોગ કરી. બંને સાઇડ મીડીયમ તાપે ફ્રાય કરવા જેથી બધા જ વેજીટેબલ બેક થશે.

  5. 5

    તો રેડી છે આપણા બ્રેડ વેજિટેબલ ઉત્તપમ જેને ગરમ ગરમ સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes