માખાના અને સાબુદાણા ના ફરાળી વડા (Makhana Sabudana Farali Vada Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#LO
#faralirecipe
#vratspecial
#cookpadguj
#cookpadindia

હાલ નવરાત્રિ ચાલી રહી છે.તો મારા ઘરે ફરાળી વાનગીઓ બનતી રહે છે.આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી હતી તો એ ૧ બાઉલ જેટલી બચી હતી .તો સાંજે વિચાર આવ્યો કે આ સબ્જી થી શું બનાવી શકાય.
સાબુદાણા પણ પલાળીયા ના હતા.
પણ પલાળીયા વગર ના સાબુદાણા ,મિક્સર માં ડ્રાય જ પાઉડર જેવા ક્રશ કરી લીધા અને થોડા માખાના પણ આમ જ ક્રશ કરી લીધા.અને બટાકા ની સુકીભાજી માં એડ કરી ને મસાલા એડ કરી
પછી મૈ વડા બનાવી લીધા
ખરેખર આ વડા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૧ બાઉલ વધેલી બટાકા ની ફરાળી સુકી ભાજી
  2. ૧/૨ બાઉલ ક્રશ કરેલા મખાના
  3. ૧/૨ બાઉલ પાઉડર જેવા ક્રશ કરેલા પલાળીયા વગર ના સાબુદાણા
  4. કાપેલા લીલા મરચા
  5. ૧ ટી સ્પૂનઆદુ છીણેલું
  6. ૨ ટી સ્પૂનખાંડ
  7. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  8. સ્વાદ પ્રમાણેફરાળી મીઠું
  9. ૧ ટેબલ સ્પૂનશેકેલો શીંગદાણા નો ભૂકો
  10. થોડું દરદરું વાટેલા મરી અને જીરું
  11. ૩ ટેબલ સ્પૂનશિંગોડા લોટ
  12. ૩ ટેબલ સ્પૂનખસખસ
  13. ફ્રાય કરવા તેલ
  14. સમારેલા લીલાં ધાણા
  15. થોડાકાપેલા મીઠો લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક મોટા વાસણ મા બટાકા ની સુકી ભાજી ને લઈ ને બરાબર દબાવી ને માવા જેવું બનાવી લેવું.પછી બધી સામગ્રી ભેગી કરી લેવી.

  2. 2

    બધી સામગ્રી બરાબર મિક્સ કરી ને ટીક્કી જેવો આકાર આપી દેવો.
    હવે શિંગોડા ના લોટ મા પાણી એડ કરી ને પાતળુ બેતર બનાવી લઈ ટીક્કી ઉપર કોટિંગ કરી ઉપર ખસ ખસ સ્પ્રિંકલે કરી લઈ તેલ મા ફ્રાય કરવી.તો ફરાળી ટીક્કી વડા રેડી થશે. મીઠા દહીં સાથે સર્વ કરવા.

  3. 3

    ચા કૉફી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે.સાબુદાણા પલાળીયા વગર પણ આટલા સરસ વડા બને છે.

  4. 4

    નોંધ : ખસખસ ટીક્કી પર બરાબર ચોંટી જાય એટલા માટે જ શિંગોડા નો લોટ નું પાતળુ સ્લરી બનાવવું બાકી જરૂર ના પડે.
    ફ્રાય કરતા ટાઈમ ખસખસ નીકળી તેલ ખરાબ ના કરે એટલે માટે જ આ કરવું.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes