વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#LO
#manchurian
#chinese
#indo-chinese
#leftoverrecipe
#cookpadindia
#cookpadgujarati

વેજ મંચુરિયન એક ઇન્ડો-ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ફ્યુઝન રાંધણકળા સદીઓથી કોલકાતામાં સ્થાયી થયેલા ચીની સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હોવાનું કહેવાય છે. ઇન્ડો-ચાઇનીઝ રાંધણકળા માં ચાઇનીઝ સીઝનીંગ અને રસોઈ તકનીકો ને ભારતીય સ્વાદ ને અનુકૂળ ફેરફાર કરવા માં આવ્યા છે.

વેજ મંચુરિયન ના ડ્રાય તથા ગ્રેવી એમ બે વર્ઝન છે. તે બાળકો અને યુવાનો ખૂબ જ ભાવે છે. મંચુરિયન વેજ અને નોન વેજ બંને હોઇ શકે છે. તેની ઘણી વરાઈટી પણ બજાર માં ઉપલબ્ધ છે જેમ કે ગોબી 65, ગોબી મંચુરિયન, ઇડલી મંચુરિયન, વગેરે.

અહીં પ્રસ્તુત વેજ મંચુરિયન વધેલી રોટલી માંથી બનાવવામાં આવેલ છે. તેને ડ્રાય તથા ગ્રેવી એમ બંને રીતે પ્રસ્તુત કર્યા છે. તે રોટલી માંથી બનાવેલ હોવા છતાં સ્વાદ માં રેગ્યુલર મંચુરિયન જેવા જ ટેસ્ટી લાગે છે. તો જો હવે રોટલી વધે તો ટેંશન નહિ લેવાનું, તેમાંથી મંચુરિયન બનાવી દેવાના !

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2-3 વ્યક્તિ
  1. ➡️ મંચુરિયન બોલ્સ માટે ના ઘટકો:-
  2. 5લેફ્ટઓવર રોટલી
  3. 1/2 કપજીણું ચોપ કરેલું કોબીજ
  4. 1/2 કપજીણું ચોપ કરેલું ગાજર
  5. 1 નંગજીણું ચોપ કરેલું કેપ્સિકમ
  6. 2મીડીયમ જીણા ચોપ કરેલા કાંદા
  7. 1/4 કપજીણો સમારેલો લીલો કાંદો
  8. 2-3જીણા સમારેલા લીલા મરચાં
  9. 1 tbspચોપ કરેલું સૂકું લસણ
  10. 1/2 tspચોપ કરેલું આદુ
  11. 1/2 tspવિનેગર
  12. 2 tspટોમેટો કેચપ
  13. 1 tbspસોયા સોસ
  14. 1/4 tspમરી પાવડર
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. 1/4 tspઅજીનો મોટો (ઓપ્શનલ)
  17. 1/4 કપકોર્ન ફ્લોર
  18. તેલ તળવા માટે
  19. ➡️ ગ્રેવી માટે ના ઘટકો:-
  20. 1 tbspતેલ
  21. 2જીણા સમારેલા લીલા મરચાં
  22. 1 tbspચોપ કરેલું સૂકું લસણ
  23. 2 tbspજીણું ચોપ કરેલું ગાજર
  24. 2 tbspજીણું ચોપ કરેલું કોબીજ
  25. 2 tbspજીણો ચોપ કરેલો કાંદો
  26. 1 tbspજીણું ચોપ કરેલું કેપ્સિકમ
  27. 1 tbspસોયા સોસ
  28. 1 tbspટોમેટો કેચપ
  29. 1/4 tspમરી પાવડર
  30. મીઠું સ્વાદ પ્રમાણે
  31. 1 tbspકોર્ન ફ્લોર
  32. 1 કપપાણી
  33. 2 tbspજીણો સમારેલો લીલો કાંદો (ગાર્નિશિંગ માટે)

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મંચુરિયન બોલ્સ બનાવવા માટે વધેલી રોટલી ના ટુકડા કરી ને ને ચોપર માં જીણું વાટી લો. હવે તેને એક બાઉલ માં લઇ તેમાં ઉપર જણાવેલ મંચુરિયન બોલ્સ ના બધા ઘટકો ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. પાણી બિલકુલ ઉમેરવાનું નથી. શાકભાજી માં રહેલ મોઈશ્ચર થી જ બાઈન્ડીંગ આવી જશે. હવે તેના જોઈતી સાઈઝ પ્રમાણે ગોળા વાળી લો.

  2. 2

    આ બોલ્સ ને મીડીયમ ફ્લેમ પર તેલ માં ગોલ્ડન બ્રોવન તળી લો. મંચુરિયન બોલ્સ તૈયાર છે. (નોંધ: તેલ માં બોલ્સ તળતી વખતે એક સાઈડ બરાબર ફ્રાય થઇ જાય પછી જ ચમચી વડે સાચવી ને ઉથલાવી બીજી સાઈડ ને પણ ફ્રાય કરવી) એક બાઉલ માં કોર્ન ફ્લોર અને પાણી ને મિક્સ કરી સ્લરી બનાવી લો. બરાબર હલાવવું જેથી ગઠ્ઠા રહી નહિ જાય.

  3. 3

    ડ્રાય મંચુરિયન ની ગ્રેવી બનાવવા માટે હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં સમારેલા લીલા મરચાં અને લસણ ને સાંતળો. હવે તેમાં જીણું સમારેલું ગાજર, કેપ્સિકમ, કાંદો અને કોબીજ ઉમેરી ને એક મિનિટ માટે સાંતળો. હવે તેમાં સોયા સોસ, ટોમેટો કેચપ, મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી મિક્સ કરો અને ગ્રેવી થોડી ઘટ થાય ત્યાં સુધી કૂક કરો. ત્યારબાદ તેમાં મંચુરિયન બોલ્સ ઉમેરો અને 2 મિનિટ કૂક કરી ઉપર સ્પ્રિંગ ઓનિયન વડે ગાર્નિશ કરો.

  4. 4

    ગ્રેવી મંચુરિયન બનાવવા માટે ઉપર ના સ્ટેપ માં કોર્ન ફ્લોર ની સ્લરી નું પ્રમાણ ગ્રેવી ની જોઈતી કન્સીસ્ટન્સી પ્રમાણે વધારે રાખવું.

  5. 5

    તો તૈયાર છે લેફ્ટઓવર રોટલી માંથી બનાવેલ ટેસ્ટી એન્ડ સ્પાઈસી વેજ મંચુરિયન. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો અને ગરમા ગરમ સર્વ કરો. તે બહાર થી ક્રિસ્પી અને અંદર થી ખૂબ જ સોફ્ટ લાગે છે. ટેસ્ટ માં પણ તે રેગ્યુલર મંચુરિયન જેવા જ લાગે છે અને બિલકુલ ખ્યાલ પણ ના આવે કે રોટલી માંથી બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes