મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#CB9 મંચુરિયન એ ચાઇનીઝ વાનગી છે.. આપણા ગુજરાતીઓ અને ખાસ કરી ને ભારતીયો ની એ ખાસિયત છે કે દરેક વાનગીને પોતાની રીતે ઢાળી ને બનાવી તેમજ પીરસી જાણે છે..મોટા નાના તથા સૌને ભાવતી આ વાનગી ખાવાની મજા શિયાળા માં ખૂબ આવે છે . એમાં સૌથી વધુ વેજિટેબલ વાપરી ને બનાવમાં આવે છે

મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)

#CB9 મંચુરિયન એ ચાઇનીઝ વાનગી છે.. આપણા ગુજરાતીઓ અને ખાસ કરી ને ભારતીયો ની એ ખાસિયત છે કે દરેક વાનગીને પોતાની રીતે ઢાળી ને બનાવી તેમજ પીરસી જાણે છે..મોટા નાના તથા સૌને ભાવતી આ વાનગી ખાવાની મજા શિયાળા માં ખૂબ આવે છે . એમાં સૌથી વધુ વેજિટેબલ વાપરી ને બનાવમાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 લોકો
  1. 300 ગ્રામચોખા
  2. 4 નંગગાજર
  3. 1નાનો દડો કોબીજ
  4. 1 વાટકીઅમેરિકન કોર્ન
  5. 2 વાટકીલીલું લસણ
  6. 2 વાટકીલીલી ડુંગળી
  7. 1 વાટકીસુકી ડુંગળી
  8. 1 વાટકીફુલાવર
  9. 2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 2 ચમચીહળદર પાઉડર
  11. 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  12. 2 ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1 વાટકીમેંદો
  15. 1 વાટકીકોર્ન ફ્લોર
  16. 2 ચમચીચીલી સોસ
  17. 2 ચમચીસોયા સોસ
  18. 2 ચમચીટોમેટો સોસ
  19. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા ઓસાવા મૂકી દો..ચોખા ઓસાઈ જાય ત્યારે અને ચારણી માં કાઢી લેવા..ટુકડા ગાજર,કોર્ન,ફુલાવર ને વટાણા ને પણ ઉકાળી બાફી લેવા..

  2. 2

    તેમાં વેજિટેબલ ક્રશ કરીને તૈયાર કરી લેવા.ને તેમાં બધો જ મસાલો કરવો તે તેમાં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરી લોટ બાંધી દેવો.તેના ગોળા વાળી લેવા..

  3. 3

    મંચુરિયન ના ગોળા વાળી તેને એક કડાઈ મા બરોબર તેલ આવે એટલે તળી લેવા.મંચુરિયન ગોલ્ડન બ્રાઉન થાય એવા તળવા..

  4. 4

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે બધું વેજિટેબલ સાંતળી લો.તેમાં મસાલા કરો.મસાલા થાય બાદ સોયા સોસ,ચીલી સોસ અને ટોમેટો સોસ ઉમેરો.ત્યારબાદ ઓસવેલા ભાત ઉમેરી દો..

  5. 5

    હવે એક બીજી કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ ઉમેરો ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળી લો.ડુંગળી ગુલાબી થાય એટલે કોબીજ,ત્યારબાદ લીલું લસણ,લીલી ડુંગળી વારાફરતી ઉમેરો ત્યારબાદ બધો જ મસાલો કરી લો..ત્યારબાદ તેમાં તળેલા મંચુરિયન ઉમેરી ઉપરથી ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી દો.

  6. 6

    હવે બનેલા મંચુરિયન અને ફ્રાય રાઈસ ને જોડે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes