બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

બ્રાઉન રાઈસ એ કોઇપણ જાતના પ્રોસેસ કર્યા પેહલાના ચોખા હોય છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી હોય છે. ડાયાિટીસના દર્દીઓ માટે આ ચોખા ખૂબજ ફાયદાકારક છે.

બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)

બ્રાઉન રાઈસ એ કોઇપણ જાતના પ્રોસેસ કર્યા પેહલાના ચોખા હોય છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી હોય છે. ડાયાિટીસના દર્દીઓ માટે આ ચોખા ખૂબજ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપબ્રાઉન રાઈસ
  2. ૧ કપસમારેલી કોબીજ
  3. નાનું સમારેલું ગાજર
  4. ૨ ટેબલસ્પૂનવટાણા
  5. ૧ નંગસમારેલી ડુંગળી
  6. નાનું સમારેલું કેપ્સિકમ
  7. ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  8. ૧ ટુકડોતજ
  9. ૧ નંગતમાલપત્ર
  10. ૨ નંગલવિંગ
  11. ૨ નંગમારી
  12. ૧ નંગઈલાયચી
  13. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  14. ૧ ચમચીધાણાજીરૂ
  15. ૧ ચમચીહળદર
  16. ૧ ચમચીપુલાવ/બિરિયાની મસાલો
  17. ૧ ચમચીઘી
  18. ૧ ચમચીજીરૂ
  19. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રાઉન રાઈસને ૨-૩ પાણીથી ધોઈ ૨-૩ કલાક માટે પાણીમાં પલાળીને રાખો અને બાકીના વેજિટેબલસ્ ધોઈને તૈયાર કરી લો.

  2. 2

    હવે એક કુકરમાં ઘી લઈ, ઘી ગરમ થાય એટલે એમાં તજ, લવિંગ, મરી, તમાલપત્ર, ઇલાયચી ઉમેરો. હવે તેમાં જીરું તથા આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળો.

  3. 3

    હવે તેમાં ડુંગળી ઉમેરી ૨ મિનિટ માટે સાંતળો પછી તેમાં બધા વેજિટેબલ જેમકે વટાણા, કોબીજ, ગાજર, કેપ્સિકમ ઉમેરી ફરી ૨ મિનિટ માટે સાંતળો.

  4. 4

    હવે તેમાં ૩ કપ પાણી ઉમેરી ૨ મિનિટ માટે ઉકાળો.

  5. 5

    હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, હળદર, મીઠું, પુલાવ/બિરિયાની મસાલો ઉમેરી, પલાળેલા બ્રાઉન રાઈસ ઉમેરી હલાવો અને કુકર બંધ કરી, ધીમા તાપે તેને ૭-૮ વ્હિસ્લ મારી ચડાવી લો.

    નોંધ- નોર્મલ રાઈસ કરતા બ્રાઉન રાઈસને ચડવામાં વાર લાગે છે જેથી તેને ૨-૩ કલાક પલાળવા જરૂરી છે અને કૂકરમાં પણ ૭-૮ સિટી મારીને ચડાવવા જેથી કાચા ન રહે.

  6. 6

    હવે કૂકરને ઠંડુ કરી, પુકાવમાં કોથમીર ઉમેરી, મિક્સ કરી તેને દહીં તથા સલાડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes