પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 25 નંગપૂરી
  2. તીખું પાણી બનાવવા માટે...
  3. 1બાઉલ લીલાં ધાણા
  4. 1/2બાઉલ ફુદીનો
  5. 5-6લીલાં મરચાં
  6. 1નાનો ટુકડો આદુ નો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. સંચળ પાઉડર સ્વાદાનુસાર
  9. 1/2 ચમચીજીરૂ પાઉડર
  10. 2 ચમચીપાણી પૂરી નો મસાલો
  11. 1/2બાઉલ ખાટું મીઠું પાણી
  12. બાફેલા કાળા ચણા, બુદી, સેવ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા મિક્ષરના કપમાં લીલા ધાણા, લીલા મરચા,ફુદીનો, આદુ, જીરું અને સાથે બરફના ત્રણ ટુકડા ઉમેરવા. (બરફના ટુકડાને ઉમેરવાથી ચટણી ગ્રીન રહેશે.)હવે તેમાં મીઠું, સંચળ,જીરું પાઉડર, પાણી પૂરી નો મસાલો નાખી બરાબર ક્રશ કરી લો.

  2. 2

    એક વાસણ લઇ લો. હવે તેમાં 1 થી દોઢ લીટર પાણી ઉમેરી દો.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આપણે પહેલા જે મીઠું ઉમેર્યું હતું એ ફક્ત ચટણી માટેનું હતું એટલે હવે જે પાણી ઉમેર્યું એ ભાગનું મીઠું ઉમેરવું સાથે સંચળ ઉમેરો. એક લીંબુનો રસ તેમાં ઉમેરો.

  3. 3

    હવે બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવું. પછી એકવાર ચાખી લેવું જો તમને વધારે તીખું જોઈએ તો આપણે બનાવેલ ગ્રીન ચટણી ઉમેરી શકો છો. આ જ ચટણી બટાકાના માવામાં ઉમેરજો મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે.

  4. 4

    તીખું પાણી તૈયાર છે. ઠંડુ કરીને સર્વ કરવું.પાણી પૂરી તૈયાર છે સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes