સરગવા પાન ના હરાભરા કબાબ વીથ કોઠા ની ચટણી

Jahnavi Chauhan
Jahnavi Chauhan @cook_16588644

#CB6
આ રેસિપી ના મૂળ તત્વો માં ફેરફાર કરી ને એક નવું જ હેલ્ધી વર્જન તમારી સમક્ષ રજૂ કરુ છું.

સરગવા પાન ના હરાભરા કબાબ વીથ કોઠા ની ચટણી

4 કમેન્ટ્સ કરેલ છે

#CB6
આ રેસિપી ના મૂળ તત્વો માં ફેરફાર કરી ને એક નવું જ હેલ્ધી વર્જન તમારી સમક્ષ રજૂ કરુ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ થી ૫૦ મિનિટ
૪ થી ૫
  1. ૧ વાટકો સરગવાના પાન
  2. ૧ વાટકો કોથમીર અને ફુદીનો
  3. ૧ વાટકો બાફેલા કાચા કેળા
  4. ૧/૩ વાટકો લીલું લસણ
  5. ૩-૪ લીલા મરચાં
  6. ૧ વાટકો સાદા ઓટ્સનો પાઉડર
  7. ૧ ચમચી શેકેલું જીરું પાઉડર
  8. ૧ ચમચી ચાટ મસાલા
  9. ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧/૨ વાટકો પનીર
  12. ૧/૩ વાટકો ફણસી
  13. ૧/૩ વાટકો લીલા વટાણા
  14. તેલ જરૂર મુજબ
  15. ચટણી બનાવવા માટે
  16. ૧ નંગ પાકેલું કોઠું
  17. ૪-૫ તાજા લાલ મરચાં
  18. ૨ ચમચી ગોળ
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. ૧/૩ ચમચી જીરું
  21. કાજુુ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ થી ૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સરગવાના પાન ને મીઠું,૨ ટીપાં તેલ, ૩-૪ ટીપાં લીંબુ નાખી બાફીલો (પાલક ની જેમ) હવે એક પેન માં ફણસી ને ૫થી૭ મિનિટ સાંતણી લો.

  2. 2

    હવે બધીજ લીલી સામગ્રી ને મિકસરમાં પીસી સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ માં બધા સૂકા મસાલા, કેળાં, પનીર, ઓટ્સ પાઉડર નાખી એક કઠણ કણક તૈયાર કરી લો.

  3. 3

    હાથ માં થોડું મિશ્રણ લઈ હાથ વડે અથવા મોલ્ડ વડે મનગમતો શેપ આપી ઉપર થી કાજુ લગાવી મિડીયમ ફ્લેમ પર સેલો ફ્રાય કરી ગરમાગરમ સર્વ કરો.

  4. 4

    ચટણી બનાવવા તે ની બધીજ સામગ્રી લઈ મિકસરમાં પીસી કબાબ સાથે સર્વ કરો.

  5. 5

    નોંધ: કબાબ ના મિશ્રણ ને પિસવા સમયે પાણી નો ઉપયોગ કરવો નહીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jahnavi Chauhan
Jahnavi Chauhan @cook_16588644
પર

Similar Recipes