દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144

આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.
#Gujarati swaad

#RKS

દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં

આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.
#Gujarati swaad

#RKS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
  1. કોફતા માટે ની સામગ્રી :
  2. ૨ કપ દૂધી ખમણેલી
  3. ૧ કપ આમળાં ખમણેલા
  4. ૧ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  5. ૭-૮ કિશમિશ
  6. ૫ ચમચી ચણાનો લોટ
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧ ચમચી મરચું
  9. તેલ તળવા માટે
  10. ગ્રેવી માટે
  11. ૧ કપ પાલક
  12. ૨ચમચી કાજુ
  13. ૧ ટમેટુ
  14. ૧ ડુંગળી
  15. ૧ મરચું
  16. ૧ કટકો આદુ
  17. ૧ ચમચી મરચું પાઉડર
  18. ૧/૪ ચમચી હળદર
  19. ૧ચમચી ગરમ મસાલો
  20. ૩ચમચી તેલ
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. સજાવટ માટે
  23. કોથમીર
  24. ચીઝ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    આમળાં ને કૂકરમાં ૧ સીટીવગાડી બાફી લો, ખમણી લો.હાથ થી દબાવી પાણી નીકાળી લો.

  2. 2

    દૂઘી ની છાલ ઉતારી,ખમણી લો.હાથથી દબાવી પાણી નીકાળી લો.

  3. 3

    કોફતા બનાવવા માટે બાઉલ માં ચણાનો લોટ,મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, આદુ મરચાં ની પેસ્ટ, દૂધી -આમળાં નુ છીણ નાખી લો,કોફતા ની વચ્ચે કિશમીશ મૂકી ગોળાકાર કોફતા બનાવી લો.

  4. 4

    પાલક ધોઈ લો,તપેલીમાં પાણી ઉકાળો. તેમાં ૫ મિનિટ પાણી નાખી ઉકાળો.

  5. 5

    કાજુ ને ૧૦ મિનિટ પાણી માં પલાળી દો

  6. 6

    પાલક કાજુ ની પેસ્ટ બનાવી લો

  7. 7

    કડાઈમાં તેલ મૂકી,કોફતા તળી લો,ધીમે તાપે તળી લો

  8. 8

    કોફતા તૈયાર છે

  9. 9

    ,ડુંગળી, ટમેટા, આદુ મરચાં ની પેસ્ટ બનાવી લો

  10. 10

    કડાઈમાં તેલ મૂકી,ડુંગળી વાળી ગ્રેવી સાતળી લો,તેલ છુંટૂ પડે એટલે પાલક-કાજુ વાળી ગ્રેવી સાતળી લો.હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો નાખી મિકસ કરો.મસાલો ચઢી ગયા બાદ ૧/૨ કપ પાણી નાખો.કોફતા નાખો.

  11. 11

    ૨ મિનિટ ઢાકણ ઢાંકી ચઢવા દો

  12. 12

    ચીઝ ખમણી ને નાખો, કોથમીર થી સજાવટ કરી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144
પર

ટિપ્પણીઓ

Similar Recipes