ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

અચાનક હાંડવો ખાવા નું મન થાય‌ પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.
#Cookpadindia
#Cookpadgujarati

ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

અચાનક હાંડવો ખાવા નું મન થાય‌ પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.
#Cookpadindia
#Cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
1 મોટો હાંડવો
  1. 3/4 કપરવો
  2. 1/2 કપચણાનો લોટ
  3. 1/2 કપફેટેલુ દહીં
  4. 1 ચમચીખમણેલું ગાજર
  5. 1 ચમચીખમણેલું બટાકુ
  6. 1 ચમચીખમણેલી દુધી
  7. 1 ચમચીખમણેલી ડુંગળી
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીધાણાજીરૂ
  10. 1/2 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/2 ચમચીજીરૂ
  13. 1 ચમચીતલ
  14. 4-5લીમડાના પાન
  15. 2 ચમચીતેલ
  16. 1/2 ચમચીખાવાનો સોડા
  17. મીઠું સ્વાદાનુસાર
  18. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવો અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા શાક અને મસાલા ઉમેરીને જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ ખીરૂ તૈયાર કરો. આ ખીરા માં સોડા ઉમેરી એક જ દિશામાં હલાવી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું તલ અને લીમડાના પાન ઉમેરીને આ વઘાર માં ખીરૂં ઉમેરો અને ઢાંકી ને મધ્યમ આંચ પર 10 થી 15 મિનિટ ચડવા દો ‌

  4. 4

    ઉપર ની બાજુ નો રંગ થોડો બદલાઈ જાય અને નીચે ની બાજુ બરાબર શેકાય જાય એટલે પેન પર ઉલટી પ્લેટ મુકી પેન પલટાવી હાંડવા ને પ્લેટ માં લઇ લો.

  5. 5

    હવે ફરી થી થોડું તેલ મૂકી તલ ઉમેરી બીજી બાજુ પણ મધ્યમ આંચ પર ઢાંકી ને આશરે 10 મિનિટ સુધી શેકાવા દો.

  6. 6

    તો તૈયાર છે ગરમાગરમ ઇન્સ્ટન્ટ હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

Similar Recipes